- TDO દ્વારા ચલાવાઇ રહ્યુ છે સ્વચ્છતા અભિયાન
- સ્વચ્છતા જાળવવામાં બેદરકાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી
- ગ્રામજનો શીખી રહ્યા છે સ્વચ્છતાના પાઠ
ખેડામાં ગ્રામ પંચાયતોને TDO ભણાવી રહ્યા છે સ્વચ્છતાના પાઠ - kheda district TDO
સ્વચ્છતા અભિયાન માટે સરકાર દ્વારા દર મહિને ગ્રામ પંચાયતોને લાખો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે. પરંતુ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અનેક ગામોમાં ઠેરઠેર ફેલાયેલા ગંદકીના ઢગલા આ અભિયાનને જાણે પડકાર આપી રહ્યા છે. પંચાયતો ગ્રાન્ટ મેળવી નિષ્ક્રિય બની જતી જોવા મળતા TDO દ્વારા દંડો ઉગામવામાં આવ્યો છે. પંચાયતોના સભ્યો, સરપંચ તેમજ તલાટીઓને નોટિસ આપી ગામેગામ જઈને ગ્રાન્ટનો ઉપયોગ કરાવી સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.
મહુધા તાલુકામાં ગંદકી
ખેડા: મહુધા તાલુકાના વિવિધ ગામોમાં ઠેરઠેર ગંદકીના ઢગ તેમજ સ્વચ્છતાનો અભાવ જોવા મળતાં નાગરિકો દ્વારા અનેકવખત રજૂઆતો કરવામાં આવી હતી. જેને પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ અંગે ગ્રામપંચાયતોને સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતાની કામગીરીને ગંભીરતાથી ન લેતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામેગામ જઈને જાતે સ્વચ્છતા અભિયાન શરૂ કરાવવામાં આવ્યું છે.