ગુજરાત

gujarat

ETV Bharat / state

Kheda Syrup Kand: ખેડા સિરપકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો - શંકાસ્પદ સિરપ

ખેડાના સિરપકાંડ મામલામાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે. SITની તપાસમાં પોલીસ દ્વારા વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. કેસમાં આરોપી યોગેશ સિંધીના સાળા ગોપીચંદ સામતાણીની શંકાસ્પદ ભુમિકા જણાઈ આવતા તેની અટકાયત કરવામાં આવી છે. તેણે પુરાવાનો નાશ કરવા સહિતની મદદ કરી હોવાનું બહાર આવ્યું છે.

ખેડા સિરપકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો
ખેડા સિરપકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2024, 3:28 PM IST

ખેડા:જિલ્લાના ચકચારી સિરપકાંડ મામલામાં અગાઉ સાત આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. જે તમામ હાલ જેલમાં છે. પોલીસ દ્વારા મામલામાં તપાસ ચાલી રહી છે. જેમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.

આરોપીના સાળાની શંકાસ્પદ ભૂમિકા:પોલીસ દ્વારા મળેલી વિગતો મુજબ આરોપી યોગેશ સિંધીના સાળા ગોપીચંદ સામતાણીની શંકાસ્પદ ભુમિકા જણાઈ આવી હતી. તેણે બેંક ટ્રાન્જેક્શન તેમજ પુરાવાનો નાશ કરવા સહિતની મદદ કરી હતી. જેને લઈ તેની અટકાયત કરી હાલ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

કુલ સાત આરોપીઓ જેલહવાલે:અત્યાર સુધી સમગ્ર સિરપકાંડ મામલામાં અગાઉ પોલીસ દ્વારા કુલ સાત આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. જે આરોપીઓના રિમાન્ડ મેળવી પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂર્ણ થયા બાદ હાલ તમામ આરોપીઓ જેલમાં છે.

શંકાસ્પદ સિરપ પીવાથી સાત લોકોના મોત:નડિયાદના બિલોદરા ગામે કેટલાક લોકોએ ગામની કરિયાણાની દુકાને વેચાતું શંકાસ્પદ આયુર્વેદિક સિરપ પીધું હતું. જેને લઈ તેમને માથામાં દુખાવો, મોમાંથી ફીણ આવવું સહિતની તકલીફો થઈ હતી. જે બાદ એક પછી એક સાત વ્યક્તિના મોત નીપજ્યા હતા.

  1. Surat Crime : કામરેજમાં પ્રાણઘાતક હથિયાર સાથે વીડિયો બનાવવો યુવકને ભારે પડ્યો
  2. Surat News: કામરેજ ટોલપ્લાઝા પર ટ્રક્સ ડ્રાયવર્સે ચક્કા જામ કરી વિરોધ નોંધાવ્યો, પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવ્યો

ABOUT THE AUTHOR

...view details