ગુજરાત

gujarat

ETV Bharat / state

Kheda Rain: ખેડામાં સાર્વત્રિક વરસાદ, સેવાલિયામાં બેંકમાં પાણી ભરાતા વ્યવહાર થયો ઠપ્પ

ખેડા જિલ્લામાં સારા વરસાદ થતા સેવાલિયા ખાતે પાણી ભરાઈ જતા બેંકનો વ્યવહાર ખોરવાયો હતો. કર્મચારીઓ દ્વારા પાણી ઉલેચવાની કામગીરી કરાઈ હતી. તો બીજી તરફ સારો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

Kheda Rain : ખેડામાં સાર્વત્રિક વરસાદ, સેવાલિયામાં બેંકમાં પાણી ભરાતા વ્યવહાર થયો ઠપ્પ
Kheda Rain : ખેડામાં સાર્વત્રિક વરસાદ, સેવાલિયામાં બેંકમાં પાણી ભરાતા વ્યવહાર થયો ઠપ્પ

By

Published : Jun 29, 2023, 7:33 PM IST

ખેડા જિલ્લામાં સારા વરસાદ થતા સેવાલિયા ખાતે પાણી ભરાઈ જતા બેંકનો વ્યવહાર ખોરવાયો

ખેડા :જિલ્લામાં ચોમાસાનો માહોલ જામતો જાય છે. આજે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સેવાલિયા ખાતે આવેલી SBI બેંકમાં પાણી ભરાય ગયું હતું. જેને કારણે બેંકના વ્યવહારો બંધ થઈ જવા પામ્યા હતા. જોકે બેંકમાં કોઈ નુકશાન થવા પામ્યું નથી.

બેંકના વ્યવહારો ખોરવાયા :બેંકમાં પાણી ભરાઈ જવાના કારણે બેંકના વ્યવહાર ખોરવાઇ જવા પામ્યા હતા. બેંક મેનેજર સહિતના સ્ટાફ દ્વારા બેંકમાં રહેલો સામાન તેમજ ફાઈલો ખસેડી દેવામાં આવી હતી. કર્મચારીઓ દ્વારા પાણી ઉલેચવાની કામગીરી કરાઈ હતી. વરસાદને પગલે બે દિવસમાં બેંકમાં બીજીવાર પાણી ભરાયું હતું.

ગટરો બ્લોક થઈ જવાથી તેમજ રસ્તા પર કચરાના ઢગલાના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલી બેંકમાં પાણી ભરાયા હતા. કર્મચારીઓ દ્વારા પાણી ઉલેચવામાં આવ્યું હતું. બેંકના એટીએમમાં પણ પાણી ભરાયા હતા. કર્મચારીઓ દ્વારા ફાઈલો ઉંચાઈ પર મૂકી દેવાઈ હતી. બેંકમાં કોઈ નુકશાન થવા પામ્યું નથી. - નવિન કુમાર (બેંકના મેનેજર)

જિલ્લામાં સાર્વત્રિક વરસાદ :આજે નડિયાદ સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. નડીયાદમાં ધોધમાર વરસાદને પગલે રોડ પરથી પાણી વહેતા થયા હતા. જિલ્લાના નડિયાદ, મહુધા, ગળતેશ્વર સહિતના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો હતો. વરસાદને કારણે વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે અને ભારે વરસાદને લઈ કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહાર અટવાયો હતો. નદી નાળામાં પણ નવા પાણીની આવકની શરૂઆત થઈ હતી.

ખેડૂતોમાં આનંદની લાગણી :જિલ્લામાં ચોમાસાનો માહોલ જામતા કેટલાક દિવસોથી વરસાદ થઈ રહ્યો છે. ધરતીપુત્રો દ્વારા વાવણી માટે ડાંગરનું ધરૂ તૈયાર કરવામાં આવ્યુ છે, ત્યારે બે દિવસથી સારો એવો વરસાદ થતાં ખેડુતોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. ચોમાસાની સારી શરૂઆત થતા ધરતીપુત્રોમાં સારા ચોમાસાની આશા બંધાવા પામી છે.

  1. Navsari Rainfall: ગણદેવીમાં ભારે વરસાદ આફત સમાન, ઘર ધરાશાયી-પરિવાર છત વિહોણો
  2. Ahmedabad Rain: વહેલી સવારથી મેઘ મહેર, ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો અટવાયા
  3. Navsari Rain: જિલ્લામાં ભારે વરસાદના પગલે NDRFના 22 જવાનોની સ્ટેન્ડ ટુ

ABOUT THE AUTHOR

...view details