ગુજરાત

gujarat

ETV Bharat / state

Kheda News: વડાપ્રધાન મોદી દ્વારા વડતાલ મંદિરની ટપાલ ટિકિટ લૉંચ કરાશે - Kheda Swami narayan temple

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ વડતાલ ધામ સ્વામીનારાયણ મંદિરની ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતા વર્ષે વડતાલ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે મંદિરની ટપાલ ટિકિટનું અનાવરણ કરવામાં આવશે.

Kheda News: વડાપ્રધાન મોદી દ્વારા વડતાલ મંદિરની ટપાલ ટિકિટનું અનાવરણ કરાશે
Kheda News: વડાપ્રધાન મોદી દ્વારા વડતાલ મંદિરની ટપાલ ટિકિટનું અનાવરણ કરાશે

By

Published : Apr 10, 2023, 1:43 PM IST

વડતાલઃસ્વામીનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મંદિરનો ભાવિકોમાં વિશેષ મહિમા રહેલો છે. પ્રતિવર્ષ દેશવિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો વડતાલધામની યાત્રાએ આવી ભગવાન સ્વામીનારાયણના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ વખતે પણ ભાવિકો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 9 થી 15 નવેમ્બર 2024 દરમ્યાન ભવ્યાતિભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ યોજાશે.

આ પણ વાંચોઃ Easter 2023 : ઇસ્ટર સન્ડેના દિવસે ભગવાન ઇસુનો પુનર્જન્મ થયો હતો

200 વર્ષ પૂરાઃ ભગવાન સ્વામીનારાયણ દ્વારા જાતે વડતાલ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને 200 વર્ષ પુર્ણ થતાં વડતાલ સંસ્થાન દ્વારા 9 થી 15 નવેમ્બર 2024 દરમ્યાન દ્વિશતાબ્દિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. મહોત્સવની ભક્તિપુર્ણ રીતે દબદબાભેર ઉજવણી કરવામાં આવનાર છે.જેમાં અનેકવિધ સાંસ્કૃતિક,ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ સાથે ભક્તિ સંગીતના કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. જેમાં નામી અનામી કલાકારો પ્રભુ ગીત ગાઈને લોકોને ભક્તિ સંગીતમાં લીન કરી દેશે. આ માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. મંદિર તરફથી પણ ઘણા ભાવિકો તથા સ્વયં સેવકો આ તૈયારીઓમાં લાગી ચૂક્યા છે.

Kheda News: વડાપ્રધાન મોદી દ્વારા વડતાલ મંદિરની ટપાલ ટિકિટ લૉંચ કરાશે

ટપાલ ટિકિટનું અનાવરણ: વડતાલ ખાતે આવતા વર્ષે યોજાનાર દ્વિશતાબ્દિ મહોત્સવ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણે વડતાલમાં આ અંગે જણાવ્યું હતું કે, દ્વિશતાબ્દિ મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડતાલ મંદિરની ટપાલ ટિકિટનું અનાવરણ કરવામાં આવશે. જોકે, આ તમામ કાર્યક્રમ અંગે સંપૂર્ણ રૂપરેખા તૈયાર થયા બાદ અન્ય કાર્યક્રમોની પણ વિગત મળી રહેશે.

આ પણ વાંચોઃ Sankashti Chaturthi 2023: આ સંકટ ચતુર્થીએ તુલા અને વૃશ્ચિક રાશિને થશે મોટી અસર

પ્રસાદીનું મંદિરઃ વડતાલ મંદિર એ સંપ્રદાયમાં પ્રસાદીનું મંદિર ગણાય છે. એટલે કે તેનું નિર્માણ સ્વયં સ્વામીનારાયણ ભગવાને કર્યુ છે. આ એવું પહેલું મંદિર છે,કે જ્યાં કોઈએ સ્વયં પોતાની મૂર્તિ પોતાના હાથે મંદિરમાં પ્રસ્થાપિત કરી હોય. જેને લઈ સંપ્રદાયમાં આ મંદિરનો વિશેષ મહિમા રહેલો છે. મંદિરના આ મહાત્મ્યને લઈને ખૂબ જ વિશાળ સંખ્યામાં હરિભક્તો રોજ દર્શનનો તેમજ પ્રાત: આરતીનો લાભ લે છે.

ABOUT THE AUTHOR

...view details