ગુજરાત

gujarat

ETV Bharat / state

Kheda News - નડિયાદની 3 હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ - આગ લાગવાની ઘટના

નડિયાદ શહેરમાં આવેલી નડિયાદ સિવિલ હોસ્પિટલ, એન. ડી. દેસાઇ હોસ્પિટલ અને મહાગુજરાત હોસ્પિટલમાં મોકડ્રિલ યોજવામાં આવી હતી.જેમાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ, 108 એમ્બ્યુલન્સ, મામલતદાર તેમજ નડિયાદ ટાઉન પોલીસ જોડાઈ હતી.

Kheda News
Kheda News

By

Published : Jun 7, 2021, 7:18 PM IST

  • નડિયાદ શહેરની 3 હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ
  • ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ દ્વારા યોજાઈ મોકડ્રીલ
  • હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં બચાવ અને આગ પર કાબૂ મેળવવાની કામગીરીની ચકાસણી

ખેડા : સમગ્ર રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે, ત્યારે હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં કઈ રીતે સમયસર પહોંચી દર્દીઓને બચાવી શકાય તે હેતુથી તંત્ર દ્વારા નડિયાદમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ દ્વારા યોજાઈ મોકડ્રીલ

નડીયાદ શહેરની ત્રણ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ

ખેડા જિલ્લાની સૌથી મોટી નડિયાદ સિવિલ હોસ્પિટલ, એન. ડી. દેસાઈ હોસ્પિટલ અને મહાગુજરાત હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાની મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં એક પછી એક ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને નડિયાદની શહેર પોલીસને કરાતાં આ ત્રણેય ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે, તે પહેલાં આગ બુઝાવવાન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં બચાવ અને આગ પર કાબૂ મેળવવાની કામગીરીની ચકાસણી

હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં બચાવ અને આગ પર કાબૂ મેળવવાની કામગીરીની ચકાસણી

સૌથી પહેલાં નડિયાદ સિવિલ હોસ્પિટલનો કોલ મળ્યો હતો, જે ઘટનાના થોડા મિનિટ બાદ મહાગુજરાત અને છેલ્લે એન. ડી. દેસાઈ હોસ્પિટલ ત્રણેય જગ્યાઓ પર થઈને સવા કલાકની અંદર આ મોકડ્રીલ યોજાયું હતું. જેમાં સમયસર ફાયર બ્રિગેડ, પોલીસ અને 108ની ટીમ આવે છે કે, નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.

નડિયાદની 3 હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details