ડાકોર મંદિરમાં દર્શનનો નિયમ ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ હવે દ્વારકા મંદિરના પગલે ટૂંકા વસ્ત્રો પહેરીને ભાવિક ભક્તો દર્શન નહીં કરી શકે. ડાકોર રણછોડરાયજી મંદિર ટેમ્પલ કમિટી દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ ન કરવા ભાવિકોને જણાવવા મંદિર પરિસરમાં પેમ્ફલેટ ચોંટાડવામાં આવ્યા છે.
મંદિરમાં ગરિમા જળવાય તે માટે નિર્ણય: રણછોડરાયજી મંદિર પરિસરમાં ગરિમા જળવાય તેને લઈ ડાકોર રણછોડરાયજી મંદિર ટેમ્પલ કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંત સમાજ તેમજ હિન્દુ સંસ્કૃતિ દ્વારા ભાવિક ભક્તો આવા ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં દર્શન કરવા આવતા ભગવાનની ગરિમા લજવાતી હોય તેવું દેખાતા મંદિર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ પણ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આ બાબતે નિર્ણય લેવામાં આવ્યો હતો.
ડાકોર ટેમ્પલ કમિટીના નિર્ણય બાબતે જણાવવાનું કે ગુજરાતના યાત્રાધામોમાં ટૂંકા વસ્ત્રો બાબતે નિર્ણય લેવાયો છે. ડાકોર રણછોડરાયજી મંદિરમાં પણ અગાઉ આ જ રીતે એક ઠરાવ પસાર કરી નિર્ણય લેવામાં આવ્યો હતો.આજે પણ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ ન કરવા માટે વૈષ્ણવોને અપીલ કરવામાં આવી છે. જે બાબતે ભાવિકોને માહિતગાર કરવા માટે મંદિર પરિસરમાં પેમ્ફલેટ ચોંટાડવામાં આવ્યા છે...રવીન્દ્રભાઈ ઉપાધ્યાય(ઈન્ચાર્જ મેનેજર )
દ્વારકા સહિતના મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ : સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિર ખાતે પણ ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ ન કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત અન્ય કેટલાક પ્રસિદ્ધ મંદિરોએ પણ તેવો જ નિર્ણય કર્યો છે. ત્યારે યાત્રાધામ ડાકોર ખાતે પણ હવે ટૂંકા વસ્ત્રો પહેરી મંદિર પરિસરમાં પ્રવેશ કરવા પર પ્રતિંબંધ મુકાયો છે. જેને પગલે ડાકોર રણછોડરાયજી મંદિરમાં પણ હવે ટૂંકા વસ્ત્રો નહીં પહેરાય
શું છે ભાવિકોની પ્રતિક્રિયા : ડાકોર ટેમ્પલ કમિટીએ નિર્ણય લીધો છે તે યોગ્ય છે. ડાકોર રણછોડરાયજી મંદિર ટેમ્પલ કમિટીના નિર્ણયને આવકારતા ભક્ત જીતુભાઈએ જણાવ્યુ હતું કે ટેમ્પલ કમિટીએ જે નિર્ણય લીધો છે તે યોગ્ય છે. મંદિરમાં ભક્તોએ ટૂંકા વસ્ત્રો પહેરીને ન જવું જોઈએ,જેથી કરીને ભગવાનની અને ભક્તોની ગરિમા જળવાય.જે માટે જ મંદિરે નિર્ણય લીધો છે જે બરાબર છે.
- Devbhumi Dwarka : દ્વારકાધીશ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંધ, જો કોઈ ટૂંકા વસ્ત્રો પહેરીને આવશે તો...
- Uttarakhand News: ઉત્તરાખંડના ત્રણ મોટા મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ
- વસંત ઋતુમાં પહેરવા માટેનાં 5 સાદાં છતાં ટાઇમલેસ વસ્ત્રો