ગુજરાત

gujarat

ETV Bharat / state

Kheda News : ડાકોરના ઠાકોરે 151 મણનો અન્નકૂટ લૂંટાવ્યો, 80 ગામોના ગ્રામજનોને લેખિતમાં આમંત્રણ દઇ લૂંટાવવાની પરંપરા અકબંધ

ડાકોરના ઠાકોર રણછોડરાયજી આજે ભક્તો માટે પોતાના ગોવર્ધન પ્રસાદનો ઢગલો લૂંટાવ્યો હતો. હા તમે બરાબર જ વાંચ્યું છે, કેમ કે ડાકોર રણછોડરાયજી મંદિરના સ્થાપનાકાળના સમયથી નૂતન વર્ષે ગોવર્ધન પૂજા બાદ અન્નકૂટને લૂંટાવવામાં આવે છે. જાણો અન્નકૂટ લૂંટવાની પરંપરા વિશે.

Kheda News : ડાકોરના ઠાકોરે 151 મણનો અન્નકૂટ લૂંટાવ્યો, 80 ગામોના ગ્રામજનોને લેખિતમાં આમંત્રણ દઇ લૂંટાવવાની પરંપરા અકબંધ
Kheda News : ડાકોરના ઠાકોરે 151 મણનો અન્નકૂટ લૂંટાવ્યો, 80 ગામોના ગ્રામજનોને લેખિતમાં આમંત્રણ દઇ લૂંટાવવાની પરંપરા અકબંધ

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2023, 6:57 PM IST

અન્નકૂટ લૂંટવાની પરંપરા

ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં આજે ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. રાજાધિરાજ રણછોડરાયજીને 151 મણનો અન્નકૂટ ધરાવાયો હતો. મંદિરની પરંપરા મુજબ આ અન્નકૂટ ભાવિકો દ્વારા લૂંટવામાં આવ્યો હતો. ડાકોર રણછોડરાયજી મંદિરમાં પ્રતિવર્ષ દિવાળીના બીજા દિવસે બેસતા વર્ષે અન્નકૂટ યોજવાની પરંપરા છે. જેને લઈ આજે સોમવારે અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો.

આજુબાજુના ગ્રામજનો દ્વારા અન્નકૂટ લૂંટવામાં આવે છેડાકોરમાં ભગવાન રણછોડરાયજીનાં મંદિરમાં 151 મણનો અન્નકૂટનો પ્રસાદ ધરવામાં આવે છે. જે અન્નકૂટનું વિશેષ મહત્વ એ છે કે આ પ્રસાદ વેંચવામાં આવતો નથી.પરંતુ ભાવિકો દ્વારા તેને લૂંટવાની પ્રથા છે. આ પ્રસાદને લૂંટવા માટે મંદિર દ્વારા આસપાસનાં 80 ગામોનાં ગ્રામજનોને લેખિતમાં આમંત્રણ આપવામાં આવે છે. ત્યારબાદ અન્નકૂટની મહાઆરતી બાદ પ્રસાદ લૂંટવામાં આવે છે. જે પ્રસાદ ભાવિકોને પણ આપવામાં આવે છે. એવી માન્યતા પણ છે કે આ પ્રસાદને આરોગવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે.

151 મણનો અન્નકૂટ ધરાવાયો રાજાધિરાજ સન્મુખ ધરાવવામાં આવેલા અન્નકૂટમાં 100 ગ્રામ કેસર, 220 કિલો ચોખા, 700 કિલો બેસન, 1400 કિલો મોરસ સહિતની સામગ્રીની વિવિધ વાનગીઓ તેમજ 525 કિલો શુદ્ધ ઘીની વિવિધ મીઠાઈ ધરાવવામાં આવી હતી. સવારે મંદિરમાં ગોવર્ધન પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ અન્નકૂટ ઉત્સવ યોજવામાં આવે છે. સવા કિલોનો બુંદીનો લાડુ ટોચે પધરાવી સજાવટ કરવામાં આવે છે. તેના ઉપર ગાયનું શુદ્ધ ઘી લગાવવાંમાં આવે છે. ત્યારબાદ તુલસીનો હાર ચઢાવી શ્રીજીમહારાજને ભોગ ધરાવવામાં આવે છે. મંદિરમાં આશરે 250 ઉપરાંત વર્ષથી એટલે કે હાલના મંદિરના નિર્માણકાળથી આ પરંપરા ચાલે છે.

ભગવાન અન્નકૂટ લૂંટાવે છે : ભગવાન રણછોડરાયજી મંદિરના પૂજારી જનક મહારાજે જણાવ્યુ હતું કે ભગવાનને અન્નકૂટનો ભોગ ધરાવાયો છે. ભગવાને ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો તેવો ભાવ કરી ઉંચો અન્નકૂટ ધરાવવામાં આવે છે. અન્નકૂટમાં ભાત, બુંદી સહિતની બધી જ વસ્તુઓ મુકવામાં આવે છે. જે અન્નકૂટ આસપાસના ગામોના આમંત્રણ આપીને બોલાવાયેલા ભાવિકો દ્વારા લૂંટવામાં આવે છે એટલે કે આ અન્નકૂટ વહેંચાતો નથી પણ ભગવાન અન્નકૂટ લૂંટાવે છે.

  1. Diwali 2023: દિવાળીના પાંચ દિવસે ડાકોરના ઠાકોરનો થશે ભવ્ય શણગાર, બેસતા વર્ષે ભાવિકો કરશે 'લૂંટ'
  2. Celebration of Dussehra in Dakor : સોનાના આયુધો સાથે શોભાયાત્રા યોજાઇ, ડાકોર રણછોડરાયજી મંદિરમાં દશેરા પર્વની ઉજવણી

Happy New Year: ડાકોરમાં રણછોડરાયજીનાં મંદિરમાં અન્નકૂટનો ભોગ ભક્તો દ્વારા લૂંટવામાં આવ્યો...

ABOUT THE AUTHOR

...view details