આણંદ જિલ્લાના ખંભાતના વતની સેવંતીલાલ પટેલ પોતાના પરિવાર સાથે દુબઈથી ખંભાત પરત ફરી રહ્યા હતા, ત્યારે નેશનલ હાઇવે નંબર ૮ પર ખોડિયાર ચોકડી પાસે તેમની ઇકો કારને ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં સેવંતીલાલ,તેમની પત્ની અને પુત્રનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું.
ખેડાના માતર નજીક ગમખ્તાર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત - Gujarat
ખેડાઃ જિલ્લાના માતર નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જયારે કારના ડ્રાયવર સહીત એક મહિલા તેમજ બાળકીનો બચાવ થવા પામ્યો છે. ખંભાતનો પરિવાર દુબઈથી પરત ફરી રહ્યો હતો તે દરમ્યાન કારને અકસ્માત સર્જાયો હતો.
Kheda accident
જયારે તેમની પુત્રવધુ અને પૌત્રી તેમજ કારના ડ્રાયવરનો બચાવ થવા પામ્યો છે. જેમને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. ટ્રકને ઓવરટેક કરવા જતા ડ્રાયવરે કાર પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.