- ખેડાના સાંસદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- કેવડીયા ખાતે સ્પીકર કોન્ફરન્સમાં રહ્યા હતા ઉપસ્થિત
- અનેક મહાનુભાવોના આવ્યા હતા સંપર્કમાં
ખેડાઃ નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આયોજીત સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્પીકર કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ સહિત અનેક મહાનુભાવો હાજર રહેનારા તેમજ આવનારા તમામ વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા હતા. સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ સવારથી ઉપસ્થિત હતા. જ્યાં મહાનુભાવોના સંપર્કમાં આવ્યા હતા. જે બાદ બપોરે તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ખેડાના સાંસદ કોરોના પોઝિટિવ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી માહિતી
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સાંસદ દ્વારા તે અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા તેમજ આરોગ્યની સંભાળ રાખવા જણાવાયું હતું. કેવડીયા ખાતે સાંસદનો રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા તેઓ અનેક મહાનુભાવો સહિતના લોકોના સંપર્કમાં આવ્યા હતા.
મહાનુભાવો સહિત અનેક લોકોને સાંસદના સંપર્કથી સંક્રમિત થવાની ભીંતિ
આ ઉપરાંત અગાઉના દિવસોએ પણ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હશે. જોકે, કેટલાક દિવસોથી કોઈ જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત ન હોતા, પરંતુ રોજબરોજ કામકાજને લઈ અનેક લોકો સંપર્કમાં આવ્યા હશે. જેને લઈ સંપર્કમાં આવેલા મહાનુભાવો સહિતના લોકો પર સંક્રમિત થવાની ભીંતિ સેવાઈ રહી છે.