ગુજરાત

gujarat

ETV Bharat / state

કેવડિયા સ્પીકર કોન્ફરન્સમાં ગયેલા દેવુસિંહ કોરોના પોઝિટિવ, મહામારી વચ્ચે આયોજન અંગે ETVએ વ્યક્ત કરી હતી આશંકા

ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે કેવડિયા ખાતે આયોજિત સ્પીકર્સ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની માહિતી તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આપી હતી. ઇટીવી ભારત દ્વારા અનેકવાર સવાલો ઉભા કરવામાં આવ્યા હતા કે કોરોના કાળમાં કેવડીયા ખાતે સ્પીકર્સ કોન્ફરન્સ યોજવી કેટલી યોગ્ય છે, આ મુદ્દે રાજ્યમાં અલગ અલગ શહેરોમાંથી પ્રજાનો પ્રતિસાદ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ આશંકા હવે સાચી પડેલી જોવા મળી રહી છે.

By

Published : Nov 25, 2020, 8:00 PM IST

Updated : Nov 26, 2020, 12:40 PM IST

ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ કોરોના સંક્રમિત
ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ કોરોના સંક્રમિત

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો એ દિવસે જ ફરતા હતા માસ્ક વગર

લોકસભાના સ્પીકર ઓમ બિરલા તેમજ રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે માસ્ક વગર પડાવ્યા હતા ફોટા

સ્પીકર કોન્ફરન્સના સ્થળ પર જ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવાતા સંક્રમિત હોવાનું આવ્યું સામે

ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ કોરોના સંક્રમિત

ખેડા: કેવડિયા ખાતે આયોજિત સ્પીકર્સ કોન્ફરન્સમાં ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણે પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સ્થળ પર નિયમ મુજબ એન્ટીજન રેપીડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં સાંસદ દેવુસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગેની માહિતી તેમણે તેમના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર પણ મૂકી હતી.

દેવુસિંહ ચૌહાણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા જણાવ્યું

પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વિગત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સાંસદ દેવુસિંહ ચૌહાણે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવા જણાવ્યું હતું. તેઓ કેવડિયાથી ઘરે પહોંચી પોતાને હોમ આઈસોલેટ કરશે તેમ પણ જણાવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કોન્ફરન્સમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત છે.

ઈટીવી ભારત દ્વારા વ્યક્ત કરાઈ હતી આશંકા

મહત્વનું છે કે, ETV Bharat દ્વારા પહેલાથી જ સ્પીકર્સ કોન્ફરન્સ અંગે મહત્વના આગેવાનોના સ્વાસ્થ્ય પર જોખમ હોવાની અને વધુ ને વધુ કોરોના સંક્રમણ ફેલાવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ આશંકા હવે સાચી પડેલી જોવા મળી રહી છે. આ અંગે ઈટીવી ભારતના પ્રતિનિધિઓએ અલગ અલગ શહેરોના લોકોને પૂછી તેમનો પ્રતિસાદ પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

કેવડિયા ખાતે યોજાઈ રહેલી 80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની પરિષદ પૂર્વે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે કોરોના મહામારીના આ સમયગાળામાં ઇટીવી ભારતે નાગરિકોના મંતવ્ય પૂછ્યા હતા કે કોરોના કાળમાં આ પરિષદ થવી કેટલી યોગ્ય છે.

કોરોના કાળમાં સ્પીકર કોન્ફરન્સ મુદ્દે ETV Bharatએ લિધા હતા પ્રજાના પ્રતિસાદઃ વાંચો

અમદાવાદ: કોરોના કાળમાં સ્પીકર કોન્ફરન્સ અંગે ગુજરાતની જનતાના આકરા પ્રતિભાવ

ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે. તાજેતરમાં જ અમદાવાદમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 57 કલાકનો કરફ્યૂ લાદ્યો હતો, અને હાલ અમદાવાદ, વડોદરા, સૂરત અને રાજકોટમાં રાત્રિ કરફયૂનો અમલ ચાલુ છે. આ સંજોગોમાં રાજકીય કાર્યક્રમો થાય તે કેટલા વાજબી છે. જે અંગે ગુજરાતની જનતાએ કંઈક આમ પ્રતિભાવ આપ્યા હતાં.

કોરોના મહામારી વચ્ચે કેવડિયામાં યોજાઈ રહેલી સ્પીકર કોન્ફરન્સને મુદ્દે શું કહે છે રાજકોટવાસીઓ?

ગુજરાતમાં દિવાળી પર્વ બાદ એકાએક કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. જેને લઇને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે આગામી 25 અને 26 તારીખે કેવડિયા ટેન્ટ સિટીમાં ભારતની તમામ વિધાનસભાના અધ્યક્ષ, લોકસભા તેમજ રાજ્યસભાના સ્પીકર સહિતના મહાનુભાવો દ્વારા સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને રંગીલા રાજકોટવાસીઓએ આ અંગે પોતાનો પ્રતિસાદ ETV ભારતને જણાવ્યો હતો.

કેવડિયાની સ્પીકર કોન્ફરન્સ અંગે રાજકોટના ડૉક્ટરે આપી પ્રતિક્રિયા

રાજકોટઃ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે યોજાઈ રહેલી સ્પીકર કોન્ફરન્સ અંગે રાજકોટના ડૉક્ટર દર્શન સુરાણીએ જણાવ્યું હતું કે, હાલમાં જે કોરોના મહામારીની પરિસ્થિતિ છે તે જોતા આવા કાર્યક્રમો યોજાવા ન જોઈએ. સ્પીકર કોન્ફરન્સમાં તો ભાગ લેનારા તમામ મહાનુભાવો દેશના મહત્વના પદો પર બિરાજમાન છે. આથી તેમનું પણ સ્વાસ્થ્ય જળવાઈ તે જરૂરી છે.

Last Updated : Nov 26, 2020, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details