- સાંસદ દેવુસિંહ ચૌહાણે નડિયાદમાં પરિવાર સાથે કર્યું મતદાન
- લોકશાહીને મજબૂત બનાવવા મતદાન કરવા લોકો સમક્ષ અપીલ કરી
- ભાજપને પ્રચંડ જનસમર્થન મળશેઃ દેવુસિંહ ચૌહાણ
ખેડાઃ સાંસદ દેવુંસિંહ ચૌહાણે આજે નડિયાદ ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. નડિયાદના શિવ વાટીકા ખાતે આવેલા મતદાન મથક પર પહોંચી પોતાનો મત આપ્યો હતો. સાંસદ દેવુસિંહ ચૌહાણે પોતાનો મત આપી લોકશાહીના પર્વમાં મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવા માટે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.
ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જનસમર્થન આપી લોકો વિજયી બનાવશેઃ દેવુસિંહ ચૌહાણ
આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ભાજપ એટલે ગુજરાત અને ગુજરાત એટલે ભાજપ. મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક તરફી મતદાન થયું છે તેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કામાં પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિકાસને વરેલી ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જનસમર્થન આપી લોકો વિજયી બનાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ભાજપ એટલે ગુજરાત અને ગુજરાત એટલે ભાજપઃ દેવુસિંહ ચૌહાણ