ચકલાસીના ભગાપુરામાં રહેતા આરોપી કમલેશ ચંદુભાઈ વાઘેલાએ છ માસ અગાઉ ભોગ બનનાર સગીરાને પ્રેમ સંબંધ બાંધવાનું કહેતા સગીરાએ ના પાડી હતી. જેને લઇને આરોપીએ સગીરાના પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પોતાની બોલેરો ગાડીમાં બેસાડી તેના પોલ્ટ્રી ફાર્મમાં લઇ ગયો હતો.
નડિયાદ કોર્ટે સગીરા સાથે દુષ્કર્મના મામલામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી - Kheda latest news
ખેડા : જિલ્લાના ચકલાસીના ભગાપુરા વિસ્તારમાં રહેતા આરોપી કમલેશ ચંદુભાઈ વાઘેલાએ સગીર વયની યુવતીને તેના પિતાને મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના મામલામાં આરોપીને નડિયાદ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
ખેડા
જ્યાં ભોગ બનનારની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારી તેના મોબાઇલ ફોનથી ભોગ બનનારના ફોટાઓ પાડી ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ આ ફોટા તેની સાસરીમાં મોકલવાની પણ ધમકી આપી હતી. તેમજ યુવતીને અવારનવાર ભગાડી જઇને બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યો હતો.
જે બાબતે ચકલાસી પોલીસ મથકે જે તે સમયે ગુનો દાખલ થયો હતો. આ સમગ્ર ગુના બાબતે નડિયાદ કોર્ટમાં કેસ ચાલી જતા સમાજમાં ઠોસ દાખલો બેસાડવા કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.