ખેડા : કોરોના વાઈરસના કારણે સમગ્ર ગુજરાતમાં લોકડાઉનના કારણે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ હવે લોકડાઉનમાં ધીમે ધીમે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ અને ઉત્પાદન કરતા એકમોને ઉત્પાદનની છૂટછાટ આપવાની શરુઆત કરવામાં આવી છે.
ખેડા જિલ્લામાં પણ આ યોજના અન્વયે 363 જેટલી વ્યકિતગત મંજૂરીઓ, ગઇકાલે 11 અને આજે 15 મળી કુલ 26 ઇન્ડસ્ટ્રીઝને ઉત્પાદનની મંજૂરી, માતર અને કમળા જીઆઇડીસીમાં 1-1 મળી કુલ બે એકમો તથા 236 જેટલા નાના મોટા એકમોને ડિઝાસ્ટર એકટની કલમને આધીન રહીને મંજૂરી આપવામાં આવી છે.
ખેડા જિલ્લામાં અંશતઃ છૂટછાટ મળતા 26 ઇન્ડસ્ટ્રીઝ માટે શરતી મંજૂરીની પ્રક્રિયા શરૂ જિલ્લા કલેકટર આઇ.કે.પટેલએ આજે જણાવ્યું છે કે, 'આ એકમો શરૂ થતા અંદાજે 10 હજાર જેટલા કારીગરો તેમની નોકરી જોઇન્ટ કરી શકશે. તેઓના દ્વારા તેમના એકમોમાં ઉત્પાદનની પ્રક્રિયા શરૂ થશે.'
જિલ્લા કલેકટર આઇ.કે.પટેલએ જણાવ્યું છે કે, 'ખેડા જિલ્લામાં સ્થાપિત ઉદ્યોગ/એકમો જો તેમના માલિકો દ્વારા ચાલુ કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઇન અથવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પીજ રોડ, નડિયાદ ખાતે રૂબરૂ અરજી આપવાની રહેશે. તેઓને મંજૂરી આપવાની કાર્યવાહી ત્વરીત કરવામાં આવશે, જેની જિલ્લાના ઉદ્યોગ/એકમોના માલિકોએ નોંધ લેવા જણાવાયું છે.'
ખેડા જિલ્લામાં અંશતઃ છૂટછાટ મળતા 26 ઇન્ડસ્ટ્રીઝ માટે શરતી મંજૂરીની પ્રક્રિયા શરૂ