L.C.Bને મળેલી બાતમીને આધારે નડિયાદ તાલુકાના સુરાશામળના લાલુ સીમ વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી. જ્યાં રેતી ભરેલ ડમ્પરમાં ભરેલી રેતીની નીચે ગુપ્ત ખાનું બનાવી રાખવામાં આવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ડમ્પર પાસે ખુલ્લી જગ્યામાંથી રૂ.૨,૬૪,૦૦૦ ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ રૂ.૧,૨૭,૨૦૦ નો બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
ખેડા LCBએ 3.91 લાખના દારુ સાથે 1 આરોપીની કરી ધરપકડ
ખેડા: શહેરના સુરાશામળથી રેતી ભરેલા ડમ્પરમાં ગુપ્ત ખાનું બનાવી રૂ. ૩.૯૧ લાખના વિદેશી દારૂ તેમજ બીયરના જથ્થા સાથે એક આરોપીની ખેડા L.C.Bએ ધરપકડ કરી હતી. ડમ્પર,બાઈક સહીતનો રૂ.૧૪.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ખેડા LCBએ 3.91 લાખના દારુ સાથે 1 આરોપીની કરી ધરપકડ
પોલીસે દારૂના જથ્થા સહીત ડમ્પર, બાઈક તેમજ રોકડ મળી કુલ રૂ.૧૪,૩૧,૭૬૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી એક આરોપી નટુભાઈ મંગળભાઈ ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી. જયારે અન્ય આરોપીઓ ફરાર થઇ ગયા હતા.પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દારૂનો ગેરકાયદે વેપાર કરતા બુટલેગરો દ્વારા દેશી વિદેશી દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અપનાવવામાં આવી રહ્યા છે. જેમાં હવે રેતીની આડમાં દારૂનું વહન કરવાની તરકીબ સામે આવી છે.