ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા LCBએ સોનાના બિસ્કીટ બતાવી છેતરપિંડી કરતા ઈસમોને 15 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા - Kheda LCB has caught the fraudsters showing gold biscuits

ખેડા એલસીબીને બાતમીના આધારે નડિયાદ શહેરમાંથી સોનાના બિસ્કીટ બતાવી સસ્તા ભાવે આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. સોનાના બિસ્કીટ તેમજ કાર સહિત રૂ.15,44,400ના મુદ્દામાલ સાથે ઝડપી ચાર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ખેડા LCBએ સોનાના બિસ્કીટ બતાવી છેતરપિંડી કરતા ઈસમોને 15 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા
ખેડા LCBએ સોનાના બિસ્કીટ બતાવી છેતરપિંડી કરતા ઈસમોને 15 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા

By

Published : Oct 20, 2020, 5:26 AM IST

  • ખેડા LCBએ સોનાના બિસ્કીટ બતાવી છેતરપિંડી કરનારાઓને ઝડપ્યા
  • સોનાનું બિસ્કીટ બતાવી કરતા હતા છેતરપિંડી
  • આરોપીઓ પાસેથી 15 લાખથી પણ વધારાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

ખેડાઃ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે નડિયાદ સરદાર ભવન સર્કલ પાસેથી ચાર ઈસમો કાર, 100 ગ્રામના સોનાના બિસ્કીટ, 11 મોબાઈલ ફોન તેમજ રોકડા રૂ.21 હજાર મળી કુલ રૂ.15,44,400ના મુદ્દામાલ સાથે શકમંદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. જે તમામ મુદ્દામાલ બાબતે ઈસમો પાસે માલિકી અને તે અંગેના આધાર પુરાવાઓ તેમજ બિલ માંગતા ગલ્લા તલ્લી કરવા લાગ્યા હતા, અને કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જેથી મુદ્દામાલ ચોરી અથવા છળકપટનો હોવાનો શક થતા LCBએ તેમની અટકાયત કરી હતી અને સીઆરપીસી કલમ 41(1)ડી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ખેડા LCBએ સોનાના બિસ્કીટ બતાવી છેતરપિંડી કરતા ઈસમોને 15 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા

ઝડપાયેલા આરોપીઓ

1. કેવલચંદ દાલચંદ જૈન

2. નજીર ઉર્ફે હાજી હુસેનભાઇ મલેક

3. ઇરફાનભાઇ ઉર્ફે બાટલી યુસુફભાઈ પટેલ

4. હનીફ નિઝામ પઠાણ

આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સોનાના બિસ્કીટ બતાવી સસ્તામાં આપવાની લાલચ આપી કરતા છેતરપિંડી

ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓ સોનાના ઓરીજીનલ બિસ્કીટ બતાવી સસ્તામાં આપવાની લાલચ આપી પૈસા પડાવી લઇ વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

આરોપીઓના ગુનાહિત ઇતિહાસની સર્ચ કરતા સુરત અને ભરૂચ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલા હોવાની હકીકત મળી આવી હતી. જેને આધારે પોલીસ દ્વારા નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details