ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રોહીબીશનના ગુનામાં નાસતો બુટલેગરને ખેડા LCBએ ઝડપ્યો - KHD

ખેડા: શહેરના વાઘોડિયા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા ખેડા જિલ્લાના કુખ્યાત બુટલેગર પિસ્તોલને ખેડા એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 27, 2019, 8:54 PM IST

રાજ્યના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી દિવસ તેમજ રાત્રિમાં અસરકારક પેટ્રોલિંગ કરી આરોપીઓના રહેઠાણ તેમજ મળી આવવાના સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. જે મુજબ ખેડા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન નાસતા ફરતા આરોપી અંગે બાતમી મળી હતી.

જે બાતમીને આધારે વસો તાલુકાના પલાણા ગામેથી જિલ્લાના કુખ્યાત બુટલેગર ભૂપેશ ઉર્ફે ભોપો ઉર્ફે પિસ્તોલ કાંતિભાઈ પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો. ભૂપેશ ઉર્ફે ભોપો છેલ્લા કેટલાક સમયથી વડોદરાના વાઘોડિયા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો હતો. ખેડા એલસીબીએ તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details