ખેડાઃ ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઇ જવાતા હોવાની માહિતીને લઈને ખેડા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ માલધારી સમાજના યુવાનો દ્વારા હરિયાળા પાસે હાઇવે પરથી ટ્રકમાં કતલખાને જવાતી 8 ગાયો અને વાછરડાને બચાવી લેવાયા હતા. રાજકોટથી સુરત કતલખાને જવાતી ગાયોને બચાવી માતર ખાતે ગાયોના વાડે મોકલવામાં આવી હતી. માતર પોલીસ દ્વારા ટ્રક જપ્ત કરી ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખેડામાં કતલખાને લઇ જવાતી ગાયોને VHPના કાર્યકર્તાઓએ બચાવી, 2ની ધરપકડ
ખેડાના હરિયાળા પાસેથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતી 8 ગાય અને વાછરડા સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા. માતર પોલીસ દ્વારા ટ્રકના ડ્રાયવર અને ક્લીનર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
કતલખાને લઇ જવાતી ગાયોને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બચાવી
મહત્વનું છે કે ગુજરાતમાં ઠેર ઠેર ગાયોને કતલ માટે કતલખાને લઈ જવાનો સીલસીલો બેરોકટોક ચાલી રહ્યો છે. જેને લઇ જીવદયાપ્રેમીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.