- રોજના 1,500 કોરોના ટેસ્ટના સેમ્પલ લેવાઈ રહ્યા છે
- સપ્તાહમાં નડીયાદમાં 125થી વધુ કેસ નોધાયા
- 14 ખાનગી હોસ્પિટલોને 160 બેડમાં દર્દીઓને દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી
ખેડાઃ છેલ્લા દસ દિવસથી જિલ્લામાં વધી રહેલા કોરોના કેસોને પગલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કન્ટેન્ટમેન્ટ ઝોનનો ચુસ્ત અમલ, સારવાર માટે હોસ્પિટલ તેમજ બેડની સુવિધાઓ વધારવાની તથા લોકોમાં જાગૃતિ લાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત જીલ્લામાં હાલ આરોગ્ય કેન્દ્રો પર રસીકરણની કામગીરી પણ ચાલી કહી છે. સેમ્પલની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. રોજના 1500 સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. 14 ખાનગી હોસ્પિટલોને 160 બેડમાં દર્દીઓને દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ ખેડામાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો, નવા 24 કેસ નોંધાયા