- પાંચ કલાકની જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ
- કઠલાલ, નડિયાદ અને કપડવંજ ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવાઈ
- શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન
ખેડા :જિલ્લાના કઠલાલ અમદાવાદ રોડ પર આવેલા લાકડાના ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગી હતી. ફાયરબ્રિગેડ દ્વારા કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઈ નથી.
પાંચ કલાકની જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ
આગ લાગવાની ઘટનાને પગલે દોડધામ મચી હતી. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આગની ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા કઠલાલ, નડિયાદ તેમજ કપડવંજ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્રણેય ફાયરબ્રિગેડની ટીમના સંયુક્ત પ્રયાસથી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન
વહેલી સવારે ગોડાઉનમાં અચાનક આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.