ખેડાઃ કપડવંજના ધોળાકુવા ગામે કૌટુંબિક જમીન મામલે ધીંગાણું ખેલાયું હતું. ઝાલા પરિવારના બે કૌટુંબિક ભાઈઓ વચ્ચે થયો હતો ઝઘડો. આ ઝઘડો એટલો વધી ગયો કે મારામારી સુધી પહોંચી ગયો. એક પક્ષ ટ્રેકટર અને કારમાં આવ્યો અને બીજા પક્ષ પર લાકડીઓ તેમજ પાઈપથી હુમલો કરી દીધો. આ હુમલો લોહિયાળ નીવડ્યો હતો જેમાં કુલ 12 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ જમીન મામલે કોર્ટ મેટર ચાલી રહી છે. જો કે બંને પક્ષે કોર્ટના નિર્ણયની રાહ જોયા વિના હિંસાનો રસ્તો અપનાવી લીધો.
Kheda Crime News: કપડવંજના ધોળાકુવામાં કૌટુંબિક જમીન માટે ખેલાયો લોહિયાળ જંગ, પોલીસે ગોઠવ્યો બંદોબસ્ત - પોલીસે ગુનો નોંધ્યો
'જર, જમીન અને જોરુ, ત્રણેય કજીયાના છોરુ' આ કહેવત અનુસાર કપડવંજના ધોળાકુવામાં કૌટુંબિક જમીન માટે ખેલાયો છે લોહિયાળ જંગ. પોલીસે ગંભીરતા પારખીને ગામમાં લગાવ્યો છે બંદોબસ્ત. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક
Published : Oct 20, 2023, 10:38 PM IST
પોલીસ બંદોબસ્ત ગોઠવાયોઃ પોલીસને જેવા સમાચાર મળ્યા કે તરત જ આતરસુંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બનાવની ગંભીરતા પારખીને ડીવાયએસપી સહિતના અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો છે. બંને પક્ષો તરફથી એકબીજા વિરુદ્ધ ગુના દાખલ કરાવવામાં આવ્યા છે. પોલીસે ઘાયલોને સ્થાનિક તેમજ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 4 આરોપીઓની અટકાયત પણ કરી છે.
આંતરસુંબા પોલીસ સ્ટેશન વિસ્તારના ધોળાકુવા ગામે ઝાલા પરિવારના કૌટુંબિક ભાઈઓ વચ્ચે જમીન બાબતે ઝઘડો થયો હતો. જે બાબતે કોર્ટ મેટર પણ ચાલુ છે. બંને પક્ષે લાકડીઓ,ધોકા અને પાઈપોથી મારામારી થઈ હતી. બંને પક્ષે પંદર પંદર જેટલા આરોપીઓ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી છે. તેમજ ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે...વી.એન.સોલંકી (Dysp,કપડવંજ)