ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં પ્રભારી સચિવ સંજીવકુમારની અધ્યક્ષતામાં કોવિડ-19 અંગે સમીક્ષા બેઠક યોજાઇ - કોવિડ-19ના નિયમોનું ચુસ્‍તપણે પાલન થાય

હાલ કોરોના વાઇરસના શંકાસ્‍પદ અને સંક્રમિત દર્દીઓની સંખ્‍યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. ખેડા જિલ્‍લામાં કોવિડ-19ના નિયમોનું ચુસ્‍તપણે પાલન થાય છે કે, કેમ તે અંગે જિલ્‍લા પ્રભારી સચિવ સંજીવકુમારની અધ્યક્ષતામાં જિલ્‍લા કલેકટર કચેરી ખાતે સમીક્ષા યોજાઇ હતી.

ખેડામાં પ્રભારી સચિવ સંજીવકુમારની અધ્યક્ષતામાં કોવિડ-19 અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ખેડામાં પ્રભારી સચિવ સંજીવકુમારની અધ્યક્ષતામાં કોવિડ-19 અંગે સમીક્ષા બેઠક યોજાઇ

By

Published : Jul 23, 2020, 10:25 PM IST

ખેડાઃ જિલ્‍લામાં હાલ કોરોના વાઇરસના શંકાસ્‍પદ અને સંક્રમિત દર્દીઓની સંખ્‍યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. આવા સંજોગોમાં ખેડા જિલ્‍લામાં કોવિડ-19ના નિયમોનું ચુસ્‍તપણે પાલન થાય છે કે, કેમ તે અંગે જિલ્‍લા પ્રભારી સચિવ સંજીવકુમારની અધ્યક્ષતામાં જિલ્‍લા કલેકટર કચેરી ખાતે એક સમીક્ષા યોજાઇ હતી.

​પ્રભારી સચિવએ કોરોના વાઇરસ સંદર્ભે જિલ્લામાં થઇ રહેલી કામગીરી, તબીબોની સગવડ, દર્દીઓ માટેની હોસ્‍પિટલો અને દર્દીઓને અપાતી સગવડો, ઓક્સિજન, દવાઓ, સ્‍વચ્છતા, કોરોના અંગેની પ્રજામાં જાગૃતતા, સામાજીક ડિસ્‍ટન્‍સ, માસ્‍ક તેમજ કન્‍ટેઇન્મેન્‍ટ ઝોન અંગેની વિસ્‍તૃત માહિતી જે તે વિભાગના અધિકારો પાસેથી મેળવી તેની સમીક્ષા કરી હતી. પ્રભારી સચિવે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

આ બેઠકમાં જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી ગઢવી, નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, જિલ્‍લા આરોગ્‍ય અધિકારી,ચીફ ઓફિસર પ્રણવ પારેખ તથા જિલ્‍લાના આરોગ્‍ય વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details