પ્રાપ્ત માહિતી મુજબ, ખેડા LCBની ટીમ ટાઇન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રઢુ ગામમાં જાહેરમાં જુગાર રમવામાં હોવાની માહિતીના આધારે રઢુ ગામમાં રેઇડ કરવામાં આવી હતી. જેમાં કબીર મંદિર પાસે આંક ફરકનો પૈસાથી હાર-જીતનો આંકડાનો જુગાર રમતા 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ખેડા જીલ્લામાં જાહેરમાં જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા - issue
ખેડાઃ જીલ્લાના રઢુ ગામમાંથી જાહેરમાં જુગાર રમતા 3 ઇસમોને રુપિયા 14,930ના મુદ્દામાલ સાથે ખેડા LCB દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા હતા.

સ્પોટ ફોટો
પોલીસ દ્વારા 3 ઇસમો પાસેથી રોકડા રુપિયા 14,430 તેમજ એક મોબાઇલ ફોન તથા આંકડા લખવાની સ્લીપ સહિતનો કુલ રુપિયા 14,930નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ 3 ઇસમો વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ખેડા ટાઇન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.