ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્લા કલેક્ટરે નડિયાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, કોવિડ કામગીરીની સમીક્ષા કરી - Nadiad civil hospital

ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ કોવિડ કામગીરીની સમીક્ષા કરી હતી.

નડીયાદ
નડીયાદ

By

Published : Apr 18, 2021, 3:38 PM IST

  • RT-PCR લેબોરેટરીના સ્થળની કરી જાત તપાસ
  • જિલ્લામાં ઇન્જેક્શન તેમજ ઓક્સિજનના જથ્થાની પૂરતી વ્યવસ્થા
    નડિયાદ

ખેડા: જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે નડિયાદ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઇને કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે સિવિલ હોસ્પિટલમાં મંજૂર થયેલા RT-PCR લેબોરેટરીના સ્થળ અને દર્દીઓને આપવામાં આવનારી સેવાઓની જાત તપાસ કરી જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. ઉપરાંત તેમણે જિલ્લામાં સિવિલ હોસ્પિટલ દ્વારા ફાળવવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનના જથ્થાની પણ જાત તપાસ કરી હતી અને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

નડિયાદ

નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી: કલેક્ટર

કલેક્ટર આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી હાથ ધરી જિલ્લામાં ઇન્જેક્શન તેમજ ઓક્સિજનના જથ્થાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.તેથી નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ કોવિડ-19 ના રાજ્ય અને કેન્દ્ર સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરી સહકાર આપવા સૌને અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details