ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્લાનાં કલેક્ટર અને ડીડીઓએ વેક્સિન લેવા છતાં કોરોના પોઝિટિવ

ખેડા જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને કોરોના પોઝિટિવ આવતા સારવાર શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ પંદરેક દિવસ પહેલા જ બંને અધિકારીઓએ કોરોનાની રસી મુકાવી હતી. હાલ બંને અધિકારીઓ સારવાર મેળવી રહ્યા છે.

ખેડા
ખેડા

By

Published : Feb 18, 2021, 12:21 PM IST

  • આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી
  • કોરોના વેક્સીન લીધા બાદ પણ પોઝિટિવ
  • 15 દિવસ પહેલા જ લીધી હતી વેક્સિન

ખેડા: જિલ્લાના કલેક્ટર આઇ.કે. પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને અધિકારીઓની તબિયત બગડતા તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને કાર્યવાહી હાથ ધરાઇ છે.

ઘરે સારવાર મેળવી રહ્યા છે

કોરોના પોઝિટિવ આવતા બંને અધિકારીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. બંને અધિકારીઓ ઘરે સારવાર લઇ રહ્યા છે. બંને અધિકારીના પરિવારજનો તેમજ સ્ટાફની પણ આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. અધિકારીઓ, કર્મચારીઓ સહિત પરિવારજનોની ચકાસણી કરવામાં આવી છે. જો કે, અન્ય કોઈમાં કોરોના લક્ષણો હાલ સુધી જોવા મળ્યા નથી.

આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બંને અધિકારીઓના ઘર તેમજ ઓફિસને સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરાઇ છે.

કોરોના વેક્સિન લીધા બાદ પોઝિટિવ

તાજેતરમાં રસીકરણ અભિયાન શરૂ થયા બાદ 15 દિવસ પહેલા જ બંને અધિકારીઓએ વેકસીન લીધી હતી. જો કે, વેકસીન લીધા બાદ પણ બંને અધિકારીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details