ખેડાઃ જિલ્લાના નડિયાદ શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ જિલ્લાના કપડવંજના સુણદા ગામના બે કેસ સામે આવ્યા છે. જેને લઈ જિલ્લામાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 12 થઈ છે.
ખેડા જિલ્લામાં એક દિવસમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - લોકડાઉન ન્યૂઝ
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ જિલ્લાના કપડવંજના સુણદા ગામના બે કેસ સામે આવ્યા છે. જેને લઈ જિલ્લામાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 12 થઈ છે.
નડિયાદની નવદુર્ગા સોસાયટીમાં એક મહિલાનો રિપોર્ટ કરવામાં આવતા કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે અમદાવાદ રહેતા કપડવંજના સુણદા ગામના વતની દંપતિ પગપાળા અમદાવાદથી કપડવંજ આવ્યું હતું. જેની જાણ થતાં તેમને કેટલાક દિવસ અગાઉ કપડવંજ ખાતે કોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવતા તે પોઝિટિવ આવ્યો છે. જેની સાથે જિલ્લામાં એક દિવસમાં કુલ ત્રણ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
મહત્વનું છે કે, તંત્ર દ્વારા પહેલાથી જ શંકાસ્પદ લક્ષણો જણાતા વ્યક્તિઓને કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ તેમના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. જેમાં આ ત્રણ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેને લઈ હાલ જિલ્લાના કુલ 12 કોરોના પોઝિટિવ કેસ છે.