ગુજરાત

gujarat

ETV Bharat / state

Kheda Crime: પોલીસ પુત્રીના આપઘાત કેસમાં વિધર્મી યુવકના રીમાન્ડ મંજૂર, મોબાઈલમાં હતો મૂળ મુદ્દો - kheda suicide case

ખેડા જિલ્લામાંથી માનસિક ત્રાસ આપીને આત્મહત્યા સુધી મજબુર કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. પોલીસે કાયદાકીય પગલાં લીઈને આરોપીને રીમાન્ડ પર લીધો છે. જોકે, બન્ને વચ્ચેની વાતચીત અંગે હજુ પોલીસ પૂછપરછ કરશે ત્યારે મામલો વધારે સ્પષ્ટ થશે

Kheda Crime: પોલીસ પુત્રીના આપઘાત કેસમાં વિધર્મી યુવકના રીમાન્ડ મંજૂર, મોબાઈલમાં હતો મૂળ મુદ્દો
Kheda Crime: પોલીસ પુત્રીના આપઘાત કેસમાં વિધર્મી યુવકના રીમાન્ડ મંજૂર, મોબાઈલમાં હતો મૂળ મુદ્દો

By

Published : May 22, 2023, 12:33 PM IST

Updated : May 22, 2023, 2:17 PM IST

Kheda Crime: પોલીસ પુત્રીના આપઘાત કેસમાં વિધર્મી યુવકના રીમાન્ડ મંજૂર, મોબાઈલમાં હતો મૂળ મુદ્દો

ખેડાઃખેડા જિલ્લાના ડાકોરમાં પોલીસ કર્મીની દિકરીના આપઘાતના મામલામાં આરોપી વિધર્મી યુવાન અબ્દુલ્લા મોમીનની ધરપકડ કરવામાં આવી છે. યુવતીને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરી હોવાનો ખુલાસો થયા બાદ પોલીસે યુદ્ધના ધોરણે એક ટીમ તૈયાર કરીને આ પ્રકારના પગલાં લીધા હતા. વિધર્મી યુવાન અબ્દુલ્લા મોમીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. એવું પોલીસ વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પ્રેમ પ્રકરણ અને માનસિક ત્રાસથી કંટાળી જઈને યુવતીને આત્મહત્યા કરી લીધી હતી.

ધમકી આપતોઃપોલીસ વિભાગમાંથી મળેવી વિગત અનુસાર યુવત અવારનવાર યુવતીને ધમકી આપતો હતો. યુવતીએ યુવાન સાથે પ્રેમ સંબંધ તોડી નાંખતા યુવાન ખોટી રીતે હેરાન પરેશાન કરતો. પછી માનસિક ત્રાસ આપતો હતો. જેને લઇ ઘરે એકલી હોઈ યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માતા-પિતા બહાર ગયા હોવાથી યુવતીએ પોતાના જ ઘરમાં આવું પગલું ભરી લીધું હતું.

મોબાઈલમાંથી વિગત મળીઃ આ પગલું લીધા બાદ યુવતીના માતા-પિતા ઘરે દોડી આવ્યા હતા. જ્યાં તેમણે યુવતીએ કયા કારણસર આપઘાત કર્યો તે બાબતે તપાસ કરી હતી. જેમાં યુવતીનો મોબાઇલ ફોન મળી આવતા યુવતીના મોબાઇલથી અબ્દુલ્લા મોમીન નામના યુવાન સાથે રેગ્યુલર વાતચીત થતી હોવાનું બહાર આવ્યું હતું. જોકે, યુવતીના મોબાઈલની વિગત તપાસમાં આવી ત્યારે વિધર્મી યુવકનું નામ ખુલ્યું હતું. જિલ્લા પોલીસવડા રાજેશ ગઢીયાએ આખો કેસ સ્પષ્ટ કર્યો હતો.

"આરોપીની અટકાયત કરી દેવામાં આવી છે અને તે રિમાન્ડ પર છે.તેના રીમાન્ડ આવતીકાલે સાંજે 4 વાગ્યા સુધીના છે.તેની પાસેથી લેપટોપ કબજે કરાયું છે.જ્યારે મોબાઈલ ફોન ક્યાંક છુપાવેલો હોવાથી તેને પોલીસ શોધી રહી છે. આ તમામ પુરાવાઓ એકત્ર કરી એફએસએલને મોકલવામાં આવશે અને આરોપીએ મૃતક યુવતીના ભાઈને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરેલો જેમાં જણાવ્યું હતું કે 'તારી બહેન કોઈ છોકરા જોડે વાત કરે છે' એવો મેસેજ કરેલો.જો આરોપીનું ઈન્સ્ટાગ્રામ આઈડી ફેક હશે તો આ કેસમાં આઇટી એક્ટ હેઠળની કલમોનો પણ ઉમેરો થશે.આ ઉપરાંત મૃતક યુવતીના મિત્ર વર્તુળમાં પણ પૂછપરછ કરવામાં આવશે."---રાજેશ ગઢીયા (જિલ્લા પોલીસવડા)

કોલ રેકોર્ડ મળ્યાઃકોલ મોબાઈલમાં રહેલા કોલ રેકોર્ડિંગ તપાસ કરતા યુવાન દ્વારા તેને ત્રાસ આપવામાં આવતો હોવાનું ખુલ્યુ હતું. જેને લઈ મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે મરવા મજબૂર કરવા બાબતે યુવાન વિરૂદ્ધ ફરિયાદ નોંધી ડાકોર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રેમ સંબંધ બંધાયા બાદ પ્રેમ સંબંધની વાસ્તવિકતા સમજાતા તેણે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. ગુનો નોધાયા બાદ આરોપી અબ્દુલા મોમીનની ધરપકડ કરાઈ હતી. પછી કોર્ટે આરોપીના રીમાન્ડ મંજૂર કર્યા હતા.

  1. Kheda Crime: ખેડામાં માતાનો બે બાળકો સાથે આપઘાત
  2. Kheda Crime News : ખેડામાંથી બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપાયું, બે લોકોની ધરપકડ
  3. Dakor Gomti Lake: ડાકોરમાં ગોમતી તળાવના શુદ્ધિકરણની માંગ સાથે યુવાનનો જળ સમાધિનો પ્રયાસ
Last Updated : May 22, 2023, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details