- ખેડા જિલ્લામાં વધી રહેલું કોરોના સંક્રમણ
- કેસો વધવાના દરમાં સતત થઈ રહેલો વધારો
- જિલ્લામાં નવા 31 પોઝિટિવ કેસ નોંધાયા
ખેડા : જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસ વધવાના દરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં શુક્રવારે નડીયાદ, કઠલાલ, મહેમદાવાદ, મહુધા અને વસોમાં મળી કુલ 31 નવા કેસો નોંધાયા છે.
ખેડા જિલ્લામાં વધી રહેલો કોરોનાનો કહેર
દિવાળીના તહેવારો બાદ નડિયાદ શહેર સહિત ખેડા જીલ્લામાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થઈ રહેલો જોવા મળી રહ્યો છે.પ્રતિદિન વધતી સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યા છે.આજે નડીઆદમાં 13,મહેમદાવાદમાં 8, કઠલાલમાં 7, વસોમાં 2 અને મહુધામાં 1 મળી કુલ 31 નવા કોરોના કેસો નોંધાયા છે.