- ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો
- કોરોનાના 26 પોઝિટિવ કેસ નોંધયા
- ખેડા જિલ્લામાં કુલ પોઝિટિવ 2,089 કેસ
ખેડા : દિવાળી બાદ ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. નડીયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ખેડા જિલ્લામાં રવિવારના રોજ 26 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે સાથે કેસોની કુલ સંખ્યા 2,089 થઇ છે. જિલ્લામાં રવિવારે નડીયાદમાં 6, ઠાસરામાં 5, મહેમદાવાદમાં 3, કપડવંજમાં 3, ખેડામાં 3, ગળતેશ્વરમાં 3, કઠલાલમાં 2 અને વસોમાં 1 કેસ એમ કુલ 26 પોઝિટિવ કેસ નોધાયા છે.