ખેડાઃ કોરોના વાઈરસના સંક્રમણને પગલે તેને ફેલાતો અટકાવવા લોકડાઉન કરાતા નાગરિકોની હેરાફેરીને નિયંત્રિત કરવા માટે જીવન જરૂરી વસ્તુઓ ખરીદવાના બહાને બિનજરૂરી વાહનોની અવરજવર કરતા હોઈ છે.
તેમજ આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. જેના અમલીકરણને લઈને કલેક્ટર આઈ.કે.પટેલ દ્વારા શહેરમાં પોલીસ કામગીરી, અવરજવર તેમજ કરિયાણા અને શાકભાજીની દુકાનોનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.