ગુજરાત

gujarat

ETV Bharat / state

Chili Powder Adulteration : ખેડાના પીપલજથી 4.17 લાખની કિંમતનો ભેળસેળ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો - Chili powder confusion caught in Piplaj village

ખેડાના પીપલજથી એક ગોડાઉનમાં દરોડા પાડીને ફૂડ ફ્લાઇંગ વિભાગે મરચું પાવડરનો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. સ્થળ પર ચકાસણી કરતા મરચામાં કલરનું ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા 4.17 લાખની કિંમતનો મરચું પાવડરનો જથ્થો જપ્ત કર્યો છે.

Chili Powder Adulteration : ખેડાના પીપલજથી 4.17 લાખની કિંમતનો ભેળસેળ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો
Chili Powder Adulteration : ખેડાના પીપલજથી 4.17 લાખની કિંમતનો ભેળસેળ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો

By

Published : Jul 7, 2023, 8:54 PM IST

ગાંધીનગર/ખેડા : ગાંધીનગરની ફૂડ ફ્લાઇંગ સ્ક્વોડ તેમજ નડિયાદ ફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે ખેડાના પીપલજ ખાતે આવેલા ગોડાઉનમાં દરોડો પાડી મરચાં પાવડરનો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. મેજિક બોક્ષથી સ્થળ ચકાસણી કરતા મરચામાં કલરનું ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને : 4.17 લાખની કિંમતનો 2,349 કિલો મરચું પાવડરનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

ભેળસેળ મરચા પાવડરનો જથ્થો

રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં બાતમીને આધારે શંકાસ્પદ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, ત્યારે ફૂડ ફ્લાઇંગ ટીમે ખેડા જિલ્લાના પીપલજ ખાતે એક ગોડાઉનમાં દરોડો પાડી મરચું પાવડરનો શંકાસ્પદ જથ્થો પકડી પાડ્યો છે. દરોડો પાડીને આ ટીમોએ સ્થળ પર જ ટેસ્ટીંગ કીટથી ચકાસણી કરતા મરચામાં કલરનું ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે. ફૂડ ટીમે 4.19 લાખની કિંમતનો 2,349 કિલો મરચું પાવડરનો જથ્થો જપ્ત કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત મરચું પાઉડરના ત્રણ અલગ અલગ પેકેટમાંથી નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. - ડો. એચ. જી કોશિયા (ખોરાક અને ઔષધ નિયમન કમિશનર)

શંકાસ્પદ મરચા પાવડરનું ઉત્પાદન :રાજ્યના નાગરિકોને ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યભરમાં ખાદ્યચીજોમાં ભેળસેળ કરતા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ખેડાના નડિયાદ તાલુકા ખાતે આવેલા પીપલજ સ્થિત એક ગોડાઉનમાં દરોડો પાડી મરચાં પાવડરનો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. શાંતિલાલ બંસીલાલ સમદાનીના આ ગોડાઉન ગાયત્રી ઓઇલ મિલ કમ્પાઉન્ડ ખાતેથી પ્રાથમિક તપાસમાં સ્થળ ઉપર શંકાસ્પદ મરચા પાવડરનું ઉત્પાદન થતુ જોવા મળી આવ્યું હતું.

મરચામાં કલરની ભેળસેળ :ડૉ. કોશિયાએ વધુ માહિતી આપતા જણાવ્યું છે કે, આ વેપારી મે. મહેશ મસાલા ગૃહ ઉદ્યોગ નામે નડિયાદનાં ડભાણ ખાતે FSSAI લાઈસન્સથી મસાલાનો વેપાર કરતા હોવાનું ધ્યાને આવ્યું છે. આ વેપારી ખાનગી અનઅધિકૃત ગોડાઉન ભાડે રાખીને મરચામાં કલરની ભેળસેળ કરતા હોવાની તંત્રને મળેલી માહિતીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સ્થળ ઉપર મેજિક બોક્ષથી સ્થળ ચકાસણી કરતા મરચામાં કલરનું ભેળસેળ હોવાનું બહાર આવ્યું હતું. તે ઉપરાંત સ્થળ પરથી મરચું પાઉડરના ત્રણ અલગ અલગ પેકેટમાંથી નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જ્યારે 4.17 લાખની કિંમતનો આશરે 2,349 કિલોગ્રામ મરચું પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોય તેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભે હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

  1. Vadodara News : વડોદરામાં રોજ ચેકિંગ વગર અન્ય રાજ્યમાંથી 7 હજાર કિલો પનીર આવે છે, વિક્રેતાઓ સામે કાર્યવાહી
  2. Surat News : હેલ્થ કોન્સિયસ યંગસ્ટર્સ માટે લાલબત્તી, સપ્લીમેન્ટરી ફૂડમાં પ્રોટીનનું વધુ તો ક્યાંક ઓછું મળ્યું પ્રમાણ
  3. Navsari News : નીમ કોટેડ યુરિયામાં ભેળસેળ કરીને ખાતર વેચનારનું કૌભાંડ ઝડપાયું, 88.37 લાખનો માલ જપ્ત

ABOUT THE AUTHOR

...view details