ગત ઓક્ટોબર માસમાં ખેડા જિલ્લાના વડતાલ ખાતે મંદિરે દર્શન કરી પરત ફરી રહેલી એક મહિલાને નરસંડા ચોકડીથી બોલેરો ગાડીમાં લિફ્ટ આપી હતી. બાદમાં મહિલા પર હુમલો કરી ખેતરમાં લઇ જઈ દુષ્કર્મની કોશિશ કરી મહિલાને માર મારી લૂંટ કરી ભાગી છૂટ્યો હતો. જે મામલામાં ગુનો નોંધી છેલ્લા કેટલાક માસથી આરોપીને ઝડપવા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.
અપહરણ અને દુષ્કર્મનો કુખ્યાત આરોપીની ખેડા LCB દ્વારા ધરપકડ - arrested
મહેસાણાઃ માણસાથી બોલેરો ગાડી ચોરી કરીને ખેડા જિલ્લામાં મહિલાનું અપહરણ કરી દુષ્કર્મની કોશિશ કરી લૂંટ કરવાના મામલામાં ગાંધીનગર જિલ્લાના કુખ્યાત આરોપી કિરીટ ધૂમને ખેડા LCB દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.

જેમાં પેટ્રોલિંગમાં દરમિયાન ધરમપુરા પાટીયાથી જાદવપુરા તરફ જતા રોડ પર બોલેરો ગાડી સાથે ધૂમ ઉર્ફે કિરીટ હસમુખભાઈ બારોટ તેમજ સંતોષ દત્તાત્રેય માણેને ગાડી, રોકડ અને મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જેની સઘન પૂછપરછ કરતા તેણે નવેક માસ અગાઉ માણસાથી બોલેરો ગાડી ચોરી કરી ખેડા જિલ્લામાં લૂંટ કરી હોવાની હોવાની કબૂલાત કરી હતી.
મહત્વનું છે કે, કુખ્યાત કિરીટ ધૂમ રીઢો આરોપી છે. જેની વિરુદ્ધ ગાંધીનગર, નડિયાદ, કઠલાલ, મહુધા સહિતના પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુના નોંધાયેલા છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, સાબરકાંઠામાં ધાડલૂંટના ગુનાઓમાં પકડાયેલ છે. ત્યારે આવા રીઢા ગુનેગારને ઝડપવામાં ખેડા પોલીસને મહત્વની સફળતા મળી છે.