ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા ACBએ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને લાંચ લેતા ઝડપી પાડ્યા

ખેડા ACB દ્વારા આણંદની પેટલાદ સેશન્સ કોર્ટના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. કોર્ટમાં અપીલ ન કરવા બાબતે રૂ. 35 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી ACBએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા
ખેડા

By

Published : Feb 9, 2021, 5:09 PM IST

  • આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર લાંચ લેતા ઝડપાયા
  • અપીલ ન કરવા બાબતે માંગી હતી રૂ. 80 હજારની લાંચ
  • રૂ. 35 હજાર લેવા જતા રંગે હાથ ઝડપાયા
    ખેડા

આણંદ જીલ્લાની પેટલાદ સેશન્સ કોર્ટના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર યજ્ઞેશ હરેશ પ્રસાદ ઠાકરને રૂ.35 હજારની લાંચ લેતા ખેડા ACB દ્વારા રંગેહાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા

અપીલ ન કરવા બાબતે માંગી હતી રૂ.80 હજારની લાંચ

ફરિયાદી વિરુદ્ધ વર્ષ 2017માં ગુનો દાખલ થયો હતો. આ કેસ દરમિયાન કોર્ટમાં અપીલ ન કરવા બાબતે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરે લાંચ માંગી હતી. જે માટે ફરિયાદી પાસેથી રૂ. 80 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ ખેડા એસીબીને જાણ કરતા ACB દ્વારા છટકું ગોઠવાયું હતું.

ખેડા

રૂ. 35 હજાર લેવા જતા રંગે હાથ ઝડપાયા

લાંચ પેટે પ્રથમ રૂ.40 હજાર ફરિયાદીએ આપવાના હતા.જે પૈકી અગાઉ રૂપિયા પાંચ હજારની લાંચ લીધી હતી અને બીજા રૂ.35,000 લેવા જતાં એસીબીની ટ્રેપમાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
જે મામલે ખેડા ACB દ્વારા લાંચ લેવા બાબતે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details