ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા : મહુધામાં આઈસરમાં જુગાર રમતા 7 શકુનીઓ ઝડપાયા - જુગારની ઘટનાઓ

ખેડા જિલ્લાના મહુધા શહેરમાં આઈસરમાં જુગાર રમતા 7 લોકોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં પોલીસે આઈસર સહિત 2.71 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. હાલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા સમાચાર
ખેડા સમાચાર

By

Published : Dec 18, 2020, 3:51 PM IST

  • આઈસરમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા
  • રૂપિયા 2.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
  • વાહનોમાં જુગાર રમવાનો ટ્રેન્ડ

ખેડા : મહુધા શહેરના ફીણાવ ભાગોળ વિસ્તારમાં વાહનમાં જુગાર રમાતો હોવાની બાતની મહુધા પોલીસને મળી હતી. મળેલી બાતમીને આધારે પોલીસ દ્વારા ઘટનાસ્થળે રેડ કરવામાં આવી હતી. જેમાં ફીણાવ ભાગોળ વિસ્તારમાં આવેલા સુલભ શૌચાલયની પાછળના મેદાનમાં પાર્ક કરેલી આઈસરમાં જુગાર રમતા 7 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આ તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રૂપિયા 2.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

આઈસરમાં જુગાર રમતા જુગારીઓ પાસેથી પોલીસ દ્વારા આઈસર સહિત રોકડ રૂપિયા 15,400, રૂપિયા 6000ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન કુલ મળીને રૂપિયા 2,71,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મહુધામાં આઈસરમાં જુગાર રમતા 7 શકુનીઓ ઝડપાયા

ખેડા જિલ્લામાં વાહનોમાં જુગાર રમવાનું વધી રહેલું ચલણ

ખેડા જિલ્લામાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જુગારનું દૂષણ વધી રહ્યું છે. વિવિધ વિસ્તારોમાં પાર્ક કરેલા તેમજ હાઈવે પર ચાલુ વાહનોમાં જુગાર રમવાના કિસ્સા આ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. જે બાદ શુક્રવારે વધુ એક આવો જ કિસ્સો સામે આવતા પોલીસ સતર્ક બની આવી ગેરકાયદેસર પ્રવૃતિને રોકવા પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

ખેડામાં LCBએ ચાલુ આઈસરમાં જુગાર રમતા 15 શખ્સોને ઝડપી પાડ્યા

23 સપ્ટેમ્બર :ખેડા જિલ્લામાં ચાલુ આઇસર ગાડીમાં જુગાર રમતા 15 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આઈસર તેમજ પાઈલોટિંગ કરતી કાર સહિતના 7 લાખના મુદ્દામાલ સાથે તમામને ઝડપી ખેડા LCB દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખેડામાં અમદાવાદના 23 જુગારીઓ ઝડપાયા

24 ઓગસ્ટ :મહેમદાવાદ તાલુકાના જીંજર ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા 23 જુગારીઓને કપડવંજ ડિવિઝન સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાં છે. રૂપિયા 1,65,870નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details