ગળતેશ્વર તાલુકાના ખાખરિયા ગામનું તળાવ ઓવરફ્લો થતા ગ્રામજનો રાતવાસો કરી રહ્યા છે. વિસ્તારનું મોટામાં મોટું તળાવ ઓવરફલો થતા તેને લઇને ગ્રામજનોએ ચિંતીત બન્યા છે. ખાખરિયા ગામે આવેલુ વિશાળ તળાવ 999 વીઘામાં વિસ્તરેલું છે. જે ખાખરિયા સહિત આજુબાજુના ગ્રામજનો માટે આશીર્વાદરૂપ છે. ભારે વરસાદમાં પૂર જેવી પરિસ્થિતિમાં આ તળાવ આફત રૂપ પણ બની શકે છે. જેને લઇ ગ્રામજનો ચિંતીત બન્યા છે.
એકમાત્ર ગામ જેના ગ્રામજનો તળાવનો દિવસ રાત પહેરો ભરે છે, જુઓ શું કામે - kheda
ખેડા: જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ખાખરીયા ગામનું 999 વીઘામાં વિશાળ તળાવ વિસ્તરેલુ છે. તળાવ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થતા ગ્રામજનો ચિંતીત બન્યા છે. જો તળાવની પાળ તુટે તો સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ જાય તેમ છે. જેને લઈ ગ્રામજનો દિવસરાત તળાવનો પહેરો કરી રહ્યા છે.
ખેડા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારે વરસાદને લઇ ખાખરિયા તળાવ ઓવરફ્લો થયું છે. જેને લઈ ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. જેને લઇને ગ્રામજનો અલગ અલગ ટુકડી બનાવી દિવસ-રાત તળાવની સ્થિતિ પર સતત બાજ નજર રાખી રહ્યા છે.
જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ બાદ પાણી ઓસરી રહ્યા છે. ખાખરીયા ગામના ગ્રામજનોનો ભય હજુ પણ ઓસર્યો નથી. તળાવમાં બે જગ્યાએ લીકેજ પણ છે. જેને લઈ ગ્રામજનો દ્વારા માટી તેમજ પથ્થરથી પાળ બાંધવામાં આવી છે. ભારે વરસાદમાં પાણી ભરાઇ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે, આ ઊભી થયેલી પરિસ્થિતિ ગ્રામજનોની મુશ્કેલી વધારી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી એક હજાર ઉપરાંત ગ્રામજનો 24 કલાક સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. જો તળાવની પાળ તુટે તો સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ જાય તેમ છે અને એક હજારની વસ્તી ધરાવતું ગામ પળમાં જ ભૂતકાળ બની જાય તેમ છે.