ખેડામાં પરીક્ષા આપવા આવેલ યુવાન અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત ખેડા:રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ખેડા જિલ્લામાં 57 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું હતું. જો કે ખેડામાં મહુધા કેન્દ્ર પર દાહોદથી પરીક્ષા આપવા આવેલો યુવાન અકસ્માતને પગલે ઈજાગ્રસ્ત થયો હતો.
શ્વાન વચ્ચે આવી જતાં અકસ્માત:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે દાહોદથી હર્ષદભાઈ ભાભોર નામનો યુવાન પરીક્ષા આપવા માટે મહુધા આવ્યો હતો. જે દરમ્યાન મહુધાના શ્રીજી કોમ્પલેક્ષ આગળ એક્ટીવા ચાલક મહિલા નડિયાદથી સસ્તાપુર તરફ જતા હતા. તે દરમિયાન એક્ટિવા આગળ કુતરુ આવી જતા એક્ટીવા ચાલકે એકદમ બ્રેક મારતા યુવાનને પાછળના ભાગે અથડાતા યુવાન તેમજ મહિલા ચાલક બંને રોડ ઉપર પડી જતા શરીરે ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ 108 ટીમને જાણ કરતા ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બંનેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:Junior Clerk Exam: ભુજમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા થઈ પૂર્ણ
પોલીસની પ્રસંશનીય કામગીરી: યુવાનને વધુ સારવાર માટે મહુધાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ મહુધા પોલીસને થતા મહુધા પોલીસ સ્ટેશનના પીઆઇ કે એચ ચૌધરી તેમજ પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. સારવાર બાદ યુવાન પરીક્ષા આપી શકે તેમ હોઈ પોલીસે પરીક્ષાર્થીને પોલીસ વાનમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો હતો. આમ મહુધા પોલીસની પ્રસંશનીય કામગીરી બની હતી.
આ પણ વાંચો:Junior Clerk Exam 2023: કચ્છ જિલ્લામાં પરીક્ષા આપવા દૂર દૂરથી ઉમેદવારો આવ્યા
શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ: ખેડા જિલ્લામાં 57 પરીક્ષા કેન્દ્રો ખાતે 627 બ્લોકમાં 18,810 ઉમેદવારો પરીક્ષા આપી હતી. જિલ્લામાં પરીક્ષા નિષ્પક્ષ, તટસ્થ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની તમામ તૈયારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. વાહન વ્યવહાર, કાયદો અને વ્યવસ્થા, સીસીટીવી વીજીલન્સ, સુપરવાઈઝર, સ્કવોડ અને પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.