ગુજરાત

gujarat

ETV Bharat / state

Janmashtami 2022 ડાકોરમાં કૃષ્ણ જન્માષ્ટમીએ રણછોડરાયજી સજશે કેવા આભૂષણો જૂઓ - જન્માષ્ટમી 2022

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરમાં દર વર્ષે ભક્તિભાવપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. રાજાધિરાજ રણછોડરાયજીના દર્શને આવતાં કોડીબંધ શ્રદ્ધાળુઓ કૃષ્ણ જન્મોત્સવને રંગેચંગે વધાવવા આવશે. જેને લઇ તમામ તૈયારીઓ સાથે મંદિર સુસજ્જ બન્યું છે. Ranchhodraiji temple Dakor Krishna Janmashtami in Dakor Gold Cradle for Ranchhodraiji Ornaments of Ranchodraiji

Janmashtami 2022 ડાકોરમાં કૃષ્ણ જન્માષ્ટમીએ રણછોડરાયજી સજશે કેવા આભૂષણો જૂઓ
Janmashtami 2022 ડાકોરમાં કૃષ્ણ જન્માષ્ટમીએ રણછોડરાયજી સજશે કેવા આભૂષણો જૂઓ

By

Published : Aug 18, 2022, 9:00 PM IST

ડાકોરયાત્રાધામ ડાકોર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભક્તિ ભાવપૂર્ણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેને લઈ હાલ મંદિર તમામ તૈયારીઓ કરી ઉજવણીને લઈ સજ્જ બન્યું છે. જન્માષ્ટમી પર્વને લઈ ભાવિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીએ મધરાતે રંગેચંગે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.

ડાકોરના ઠાકોર રણછોડરાયજીનેે રત્નજડિત સોનાનો મોટો મુગટ ધરાવવામાં આવશે

રણછોડરાયજીના આભૂષણ સજાવાશેરણછોડરાયજી મંદિરમાં આસોપાલવના તોરણ બાંધવામાં આવશે. ડાકોરને ગોકુળ વૃંદાવન જેવું બનાવાશે. રાત્રિના 12 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે તે સાથે જ ભગવાન રણછોડરાયજીને કિંમતી આભૂષણ પહેરાવવામાં આવશે.

આ પણ વાંચો Janmashtami 2022 દ્વારકામાં ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો દર્શનના સમય જાણો

રત્નજડિત સોનાનો મોટો મુગટ પહેરાવાશેડાકોરના ઠાકોર રણછોડરાયજીનેે રત્નજડિત સોનાનો મોટો મુગટ ધરાવવામાં આવશે. તેમજ ગોપાલલાલજી મહારાજને સોનાના પારણાંમાં ઝુલાવવામાં આવશે. મધરાતે કૃષ્ણ જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે જે વહેલી સવાર સુધી ચાલશે. જેને લઇ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા ભક્તો તત્પર બન્યા છે.

આ પણ વાંચો શામળાજીના મંદિરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ શરુ

રણછોડરાયજીમંદિરમાં દર્શનના સમયમાં વધારો કરાયો કૃષ્ણ જન્માષ્ટમીને લઈ મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જન્માષ્ટમી ઉજવણીને લઈને મોટી સંખ્યામાં ભાવિકોનો પ્રવાહ ઉમટવાનો છે ત્યારે ભાવિકો સરળતાથી દર્શન કરી શકે તે માટેરણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવા સહિતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. Ranchhodraiji temple Dakor Krishna Janmashtami in Dakor Gold Cradle for Ranchhodraiji Ornaments of Ranchodraiji

ABOUT THE AUTHOR

...view details