ગુજરાત

gujarat

ETV Bharat / state

યાત્રાધામ ડાકોર સહિત ખેડા જિલ્લામાં 1700 સ્થળે વિશ્વ યોગ દિવસની ઉજવણી - yoga day celebratation

ખેડાઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ગોમતી ઘાટ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગોમતી ઘાટ પર યોગાભ્યાસ કરી પર્યાવરણ જાગૃતિ અને જળ સંરક્ષણ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

યાત્રાધામ ડાકોર સહિત ખેડા જિલ્લામાં 1700 સ્થળે  વિશ્વ યોગ દિવસની કરાઈ ઉજવણી

By

Published : Jun 21, 2019, 1:24 PM IST

યાત્રાધામ ડાકોર ખાતે શ્રીરણછોડરાયજી મંદિર સામે ગોમતીઘાટ પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી નિમિત્તે યોગાભ્યાસ કરાયો હતો. જિલ્લા વહીવટીતંત્ર તેમજ ડાકોર નગરપાલિકા દ્વારા આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ,નાગરિકો તેમજ સાધુ-સંતો મોટી સંખ્યામાં જોડાયા હતા.

યાત્રાધામ ડાકોર સહિત ખેડા જિલ્લામાં 1700 સ્થળે વિશ્વ યોગ દિવસની કરાઈ ઉજવણી

જેમાં માસ્ટર ટ્રેનર ડૉ.રાજેશ પારેખ તથા સંતો દ્વારા યોગાસન કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત જળ સંરક્ષણ તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડાકોર સહિત જિલ્લાના ૧૧ જેટલા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો એ પણ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. જિલ્લામાં 1700 ઉપરાંત સ્થળોએ ત્રણ લાખ ઉપરાંત નાગરિકો સામૂહિક યોગા અભ્યાસમાં જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details