- અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ મતદાતા એમ્બ્યુલન્સમાં મત આપવા પહોંચ્યા
- વરરાજાએ લગ્ન પહેલા કર્યું મતદાન
- બિમાર વૃદ્ધ મતદાતાએ રિક્ષામાં પહોંચી કર્યું મતદાન
ખેડા : લોકશાહીનું મહાપર્વ એટલે મતદાનનો દિવસ છે. જેમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. ઉત્સાહી મતદારોમાં લોકશાહીનો જીવંત ધબકાર જણાયો હતો. જેમાં અકસ્મતમાં ગભાર રીતે ઇજાગ્રસ્ત, બીમાર વૃદ્ધ મતદાર તેમજ વરરાજાએ લગ્ન પહેલા ઉત્સાહપૂર્વક મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
પોતાના બન્ને પગ ગુમાવી ચૂકેલા મુસ્તકીમ નામના મતદારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું
કપડવંજમાં બે દિવસ અગાઉ જ અકસ્માતમાં ગંભીર રીતે ઇગ્રસ્ત થયેલા અને પોતાના બન્ને પગ ગુમાવી ચૂકેલા મુસ્તકીમ નામના મતદારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. કપડવંજના વૉર્ડ નંબર 2માં આવેલા મતદાન મથકે એમ્બ્યુલન્સ મારફતે પહોંચીને મતદાન કર્યું હતું. મુસ્તકીમે જણાવ્યું હતું કે, જે થવાનું હતું તે થઇ ગયું છે, પણ હું મારી ફરજ નહીં ચૂકું તેમ જણાવી તેમને મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. આ સાથે જ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. મતદાન મથકના સ્ટાફ દ્વારા પણ પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો અને તેમને મદદરૂપ બની મતદાન માટે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ હતી.