વડતાલ મંદિર ખાતે વહેલી સવારે પાર્ષદોનો દીક્ષાવિધિ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે પાર્ષદોને વિધિવત ભાગવતી દિક્ષા પ્રદાન કરી હતી. તાજેતરમાં જ આચાર્ય પક્ષમાંથી દેવપક્ષમાં જોડાયેલા નિત્ય સ્વરૂપ સ્વામીના શિષ્ય એવા 55 પાર્ષદોને દીક્ષા આપવામાં આવી હતી. જે એક જ ગુરૂના 55 જેટલા શિષ્યોની દીક્ષાનો સંપ્રદાયમાં પ્રથમ ઐતિહાસિક પ્રસંગ બન્યો છે.જેને લઈ સમગ્ર સંપ્રદાયમાં આનંદની લાગણી ફેલાઈ છે.
વડતાલ ધામ ખાતે સંત દીક્ષા સમારોહ યોજાયો
નડિયાદઃ સોમવારે ખેડાના વડતાલ ધામ ખાતે ભવ્ય સંત દીક્ષા સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સરધાર સ્વામિનારાયણ મંદિરના 55 પાર્ષદો સહિત 65 ઉપરાંત પાર્ષદોને વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ દ્વારા ભાગવતી દિક્ષા પ્રદાન કરવામાં આવી હતી.
kheda
દીક્ષા સમારોહમાં મોટી સંખ્યામાં ગામેગામના સદગુરુ સંતો અને સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે લક્ષ્મીપ્રસાદ સ્વામી બગસરાવાળાને અને મહાસભાના પ્રમુખ નૌતમસ્વામી દ્વારા દેવપક્ષમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. મહત્વનું છે કે તાજેતરમાં જ સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામી સંતો અને પાર્ષદો સહિત દેવપક્ષમાં જોડાયા હતા. હવે સરધારના પાર્ષદોને ભાગવતી દિક્ષા આપવામાં આવી છે. જેથી હવે તેઓ આગામી ટેમ્પલ કમિટિની ચૂંટણીમાં વોટીંગ કરી શકશે.