કેનેડામાં રહેતાં વિદ્યાર્થીઓના વાલીઓ અને સગા-સંબંધીઓમાં ચિંતામાં માહોલ ખેડા: ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં વિવાદ થતાં કેનેડામાં રહેતાં વિદ્યાર્થીઓ તેમ જ પરિવારજન લોકોના ખેડા જિલ્લામાં સ્થિત વાલીઓ અને સગાંસંબંધીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હાલ વાલીઓ અને સગાંસંબંધીઓ સતત સંપર્કમાં છે. જો કે કેનેડામાં રહેતા ચરોતરના વિદ્યાર્થીઓ સહિતના લોકો ત્યાં હાલ પહેલાંની જેમ જ સામાન્ય રીતે રહી રહ્યા છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય સ્થિત ન હોવાનું જણાવી રહ્યા છે.
સચેત જરૂર બન્યાં :કેનેડામાં વસતાં ચરોતરવાસીઓ અને અભ્યાસ કરવા માટે ગયેલાં વિદ્યાર્થીઓના આ રાહત સમાચારને લઇને હાલ ચરોતરમાં વાલીઓ અને સગાંસંબંધીઓ રાહત અનુભવી રહ્યા છે. જો કે સચેત જરૂર બન્યા હોવાનું જણાવી રહ્યા છે. અમેરિકા અને બ્રિટનની જેમ જ કેનેડામાં પણ સારી એવી સંખ્યામાં ચરોતરના ખેડા જિલ્લાના લોકો સ્થાયી થયા છે. ખેડા જિલ્લાના વિદ્યાર્થીઓ પણ ત્યાં કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરી રહ્યા છે.
અહીં અમારી સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. સ્થિતિ શાંતિપુર્ણ છે. ક્યાંય પણ કોઈ પ્રકારની ચર્ચા નથી. પહેલાની જેમ જ સ્થિતિ સામાન્ય છે. અમે શાંતિપૂર્વક રહીએ છીએ. ભારતીયો સાથે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય સ્થિતિ ઉપસ્થિત થઈ નથી...ધાર્મિક ભટ્ટ (કેનેડાના ટોરેન્ટોમાં રહેતો વિદ્યાર્થી)
સ્થિતિથી વાકેફ રહેવા કહ્યું છે :કેનેડા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલી નરેશભાઈએ જણાવ્યુ હતું કે અમે કેનેડામાં રહેતા પુત્ર સાથે સતત સંપર્કમાં છીએ. ત્યાં હાલ સ્થિતિ સામાન્ય છે પરંતુ ચિંતાને કારણે અમે સંપર્કમાં રહીએ છીએ. તેને ત્યાં સાવચેતી રાખવા પણ કહ્યું છે. તેમજ ત્યાંની સ્થિતિથી વાકેફ રહેવા પણ પુત્રને કહ્યું છે.
સતત સંપર્કમાં છે વાલી :કેનેડામાં રહેતા યુવકના મોટાભાઈ દિવ્યેશભાઈએ જણાવ્યુ હતું કે ત્યાં બધું નોર્મલ છે. અમે મિત્રો સાથે રહેવાનું કહ્યું છે. અમે સતત સંપર્કમાં છીએ. રોજે રોજ ફોન આવે છે અને દર બે કલાકે મેસેજથી સતત સંપર્કમાં છે. હાલ ત્યાં સ્થિતિ સામાન્ય છે.
બધું નોર્મલ છે :કેનેડાના ઓન્ટારિયો ખાતે રહેતા વિદ્યાર્થી રોનક પ્રજાપતિએ જણાવ્યુ હતું કે અહીં સ્થિતિ પહેલાંની જેમ જ સામાન્ય છે. સ્થિતિ એકદમ શાંત છે. અહીં કોઈ પણ પ્રકારની ચર્ચા નથી. બધું નોર્મલ છે. મિત્રો ને સંબંધીઓ ફોન આવે છે. જેમાં અમે રેગ્યુલર ટચમાં રહીએ છીએ.
- India Canada Issue: કેનેડામાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત, સરકારને કરી અપીલ
- Bhavnagar News: કેનેડાના ટોરેન્ટોમાં સિદસરના યુવાનનું રહસ્મય મોત, મહિલાઓએ અંતિમયાત્રામાં આપી કાંધ
- India Canada Controversy: શું ભારત અને કેનેડા વિવાદ જે કૃષિ ક્ષેત્ર માટે વજ્રપાત સમાન બની રહેશે?