ગુજરાત

gujarat

ETV Bharat / state

Magnet man in Gujarat: નડિયાદમાં પૂર્વ કાઉન્સિલરના શરીરમાં ચુંબકીય અસરની ઘટના - Incidence of magnetic

રાજ્યમાં હાલ નવા નાવા રોગ સાથે નવી ઘટનાઓ સામે આવી રહી છે. વિવિધ સ્થળોએ લોકોને શરીરમાં ચુંબકીય અસર થતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે નડિયાદમાં પણ આવી જ ઘટના સામે આવી છે. નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર (Magnet man in Gujarat)ના શરીર પર સિક્કા, મોબાઈલ ફોન, ચમચી સહિતની વસ્તુઓ શરીર પર ચોંટી રહી છે.

Magnet man in Gujarat: નડિયાદમાં પૂર્વ કાઉન્સિલરના શરીરમાં ચુંબકીય અસરની ઘટના
Magnet man in Gujarat: નડિયાદમાં પૂર્વ કાઉન્સિલરના શરીરમાં ચુંબકીય અસરની ઘટના

By

Published : Jun 16, 2021, 7:14 AM IST

  • નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરનાં શરીરમાં ચુંબકીય અસર
  • વધતા કિસ્સાઓને લઈ મેડીકલ રિસર્ચ કરાય તેવો તબીબનો મત
  • ચુંબકીય અસર કિસ્સાઓને લઈને તેના પર મેડીકલ રિસર્ચ કરવું જરૂરી બન્યું

ખેડાઃ રાજ્ય સહિત દેશમાં વિવિધ સ્થળોએ લોકોને શરીરમાં ચુંબકીય અસર થતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે નડિયાદમાં પણ આવી ઘટના સામે આવી છે. જેમાં નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરના શરીર પર સિક્કા, મોબાઈલ ફોન, ચમચી સહિતની વસ્તુઓ શરીર પર ચોંટી રહી છે. જેને લઈ અચરજ ફેલાયું છે. જો કે તેમણે એક માસ અગાઉ વેક્સિન લીધી હતી. વેક્સિનને લઈ આવુ થતું ન હોવાનું જણાવી સૌને વેક્સિન લેવા અપીલ કરી હતી. નડિયાદ નગર પાલિકાના પૂર્વ કાઉન્સિલર પિયુષભાઈ પટેલના શરીરમાં ચુંબકીય અસર જોવા મળી હતી. જેને લઈ તેમના શરીર પર વિવિધ વસ્તુઓ ચોંટી રહી છે.

Magnet man in Gujarat: નડિયાદમાં પૂર્વ કાઉન્સિલરના શરીરમાં ચુંબકીય અસરની ઘટના

આ પણ વાંચોઃ પાટણમાં કોરોના વેક્સિન લીધા બાદ શરીરમાં ચુંબકીય અસરની ઘટના સામે આવી

ચુંબકીય અસર(magnetic effect in the body)ના વિવિધ કિસ્સાઓ

લોકોને શરીરમાં ચુંબકીય અસરના વિવિધ કિસ્સાઓ વિશે જાણી તેમની પત્નિ સાથે આ બાબતે વાત કરતા કુતૂહલવશ તેમણે શરીરે વિવિધ વસ્તુઓ ચોંટાડી જોઈ હતી. જેમાં તેમના આશ્ચર્ય વચ્ચે શરીર પર સિક્કા, મોબાઈલ ફોન તેમજ ચમચી સહિતની વસ્તુઓ ચોંટી રહેલી જોવા મળી હતી. તેમના હાથે અને ખભાના ભાગે વસ્તુઓ ચોંટી જતી હોવાને લઈ અચરજ ફેલાયું હતું.

આ પણ વાંચોઃ Magnet man in Gujarat: પાલનપુરના વૃદ્ધને છાતીના ભાગે ચોંટી રહ્યી છે અનેક વસ્તુઓ

સૌને વેક્સિન લેવા કરી અપીલ

જોકે તેમને વેક્સિનના બે ડોઝ લીધાને એક માસ ઉપરાંતનો સમય થઈ ચૂક્યો છે. તેમજ તેમણે બાયપાસ સર્જરી પણ કરાવેલી છે. વેક્સિનના કારણે આવું કંઈ ન થતું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમજ સૌને વેક્સિન લેવા અપીલ કરી હતી.

વધતા કિસ્સાઓને લઈ મેડીકલ રિસર્ચ કરાય તેવો તબીબનો મત

પિયૂષભાઈએ આ અંગે તેમના તબીબને જાણ કરી હતી. જેને લઈ તબીબે વેક્સિનને કારણે આવું ન થતું હોવાનું જણાવ્યું હતુ. તેમજ આવા વધી રહેલા કિસ્સાઓને લઈને તેના પર મેડીકલ રિસર્ચ કરવું જરૂરી બન્યું હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details