- કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
- વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું લોકાર્પણ
- રાજ્યમાં રૂપિયા 7 કરોડના ખર્ચે 29 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાનું આયોજન
કપડવંજ : વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના દર્દીઓની સુવિધા માટે રાજ્યમાં 29 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત રૂપિયા 2 કરોડના ખર્ચે કપડવંજ સહિતના 9 પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું લોકાર્પણ
ઓક્સિજન પ્લાન્ટનું ભારતના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. VYOના સંસ્થાપક અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી.