ગુજરાત

gujarat

ETV Bharat / state

યાત્રાધામ ડાકોરમાં સાધુએ તળાવમાં ડૂબતાં માણસનો જીવ બચાવ્યો - kheda news

યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારે અસ્થિર મગજના એક માણસે ગોમતી તળાવમાં મોતની છલાંગ લગાવી હતી. જેની આસપાસ રહેલા સાધુએ તેમને બહાર કાઢીનેે ડૂબતો બચાવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

યાત્રાધામ ડાકોરમાં સાધુે તળાવમાં ડૂબતાં માણસનો જીવ બચાવ્યો
યાત્રાધામ ડાકોરમાં સાધુે તળાવમાં ડૂબતાં માણસનો જીવ બચાવ્યો

By

Published : May 4, 2020, 12:27 PM IST

ખેડાઃ જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારે અસ્થિર મગજના એક માણસે ગોમતી તળાવમાં મોતની છલાંગ લગાવી હતી. ઘટના સ્થળે હાજર સાધુએ ડૂબતા માણસને બચાવી લેવામાં આવ્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

યાત્રાધામ ડાકોરમાં પવિત્ર ગોમતી તળાવમાં અસ્થિર મગજના એક માણસે અચાનક મોતની છલાંગ લગાવી હતી. ગોમતી તળાવમાં કૂદી પડી ડૂબી રહેલા માણસને જોઈ તળાવ પર હાજર સાધુએ ડૂબતા માણસને બચાવી બહાર કાઢ્યો હતો.

તેમજ તળાવનું પાણી પી જતા પાણી બહાર કાઢી ઘટના અંગે નગરપાલિકાને જાણ કરાતા નગરપાલિકાની ટીમ દ્વારા હોસ્પિટલ ખસેડાયો હતો.

ગોમતી તળાવમાં કૂદી પડેલા આ માનસિક અસ્વસ્થ માણસ ડાકોરનો જ રહેવાસી છે.જે અસ્વસ્થ હોવાનો લઈ તળાવમાં કૂદી પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details