જૂનાગઢ :ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા આજે યોજાઈ (competition of Girnar Climbing and Descent) છે. સ્પર્ધામાં 1,471 સ્પર્ધકોએ ભાગ લીધો છે. વહેલી સવારે 6 વાગ્યે ગિરનારને આબવા માટે યુવાનો દોડ મૂકી છે. ભાઈઓ અને બહેનોની સિનિયર અને જુનિયર સ્પર્ધામાં બપોરના 12 કલાક બાદ વિજેતા જાહેર કરવામાં આવશે.
રાજ્યકક્ષાની 37મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાઈ - 37મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા
રાજ્યકક્ષાની 37મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા (competition of Girnar Climbing and Descent) આજે ખુલ્લી મુકવામાં આવી છે. સ્પર્ધામાં રાજ્યભરના 1,471 સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો છે. દર વર્ષે જાન્યુઆરી મહિનાના પહેલા રવિવારે રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજવાની પરંપરા ચાલતી આવે છે તે મુજબ આજે સ્પર્ધાનું આયોજન થયું છે.
ગિરનારની 37મી રાજ્યકક્ષાની આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાઈ :રાજ્યકક્ષાની 37મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા (37th state level competition of Girnar Climbing and Descent) આજે યોજાઇ છે. જેમાં રાજ્યના 20 જીલ્લાઓમાંથી સિનિયર અને જુનિયર ભાઈઓ અને બહેનોની એમ અલગ અલગ ચાર કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં કુલ 1,471 જેટલા સ્પર્ધકો ભાગ લઈને વહેલી સવારે કડકડતી ઠંડીમાં ગિરનારને આબવા માટે દોડ લગાવવા માટે તૈયારી કરી છે. પાછલા 37 વર્ષથી ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું ભવનાથમાં આયોજન થતું આવે છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાન ભાઈઓ અને બહેનો સ્પર્ધામાં ભાગ લઈને ખૂબ મુશ્કેલ કહી શકાય તેવા ગિરનાર પર્વતના અંબાજી મંદિરને આંબવવા માટે દોડ લગાવી રહ્યા છે. દર વર્ષે જાન્યુઆરી મહિનાના પહેલા રવિવારે રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજવાની પરંપરા ચાલતી આવે છે તે મુજબ આજે સ્પર્ધાનું આયોજન થયું છે.
1,471 જેટલા યુવાનોએ સ્પર્ધામાં ભાગ લીધો :રાજ્યકક્ષાની 37મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી 20 જિલ્લાઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જેમાં 1045 ભાઈઓ અને 426 બહેનો મળીને કુલ 1,471 જેટલા યુવાનો ગિરનારને આંબાવા માટે સ્પર્ધામાં ભાગ લીધો છે. ભાઈઓ માટે અંબાજી મંદિર સુધી 5500 પગથિયા અને બહેનો માટે માળી પરબ સુધી 2,200 પગથિયાંનુ અંતર નિર્ધારિત કરાયું છે. જેમાં 01 થી લઈને 10 ક્રમ સુધીના સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે જેની જાહેરાત બપોરે 12:00 કલાકે વિજેતા ઉમેદવારોના નામ જાહેર થવાની સાથે તમામને તેમની જીત બદલ પારિતોષિતથી સન્માનિત કરવામાં આવશે.
TAGGED:
37th state level competition