મહેમદાવાદ તાલુકાના અજાબપુરા ગામની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનારા વિક્રમસિંહ પરમાર નામના યુવાન શિક્ષકે, ગામના કુવામાં પડેલા રાષ્ટ્રીય પક્ષી મોરને જીવના જોખમે ભારે જહેમત બાદ બચાવ્યો હતો.
ખેડામાં શિક્ષકે કુવામાં ઉતરી રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવ્યો - રાષ્ટ્રીય પક્ષી મોર
ખેડા: જિલ્લાના એક ગામમાં સરકારી શાળાના શિક્ષકનો અનોખો પક્ષી પ્રેમ જોવા મળ્યો હતો. શિક્ષકે જીવના જોખમે કૂવામાં ઉતરીને કૂવામાં પડેલા મોરને બચાવી જીવનદાન આપ્યું હતું. જેથી સમગ્ર જિલ્લામાં શિક્ષકની ઉમદા કામગીરીની પ્રસંશા થઇ રહી છે.
ખેડામાં શિક્ષકે કુવામાં ઉતરી રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવ્યો
મળતી માહિતી મુજબ, મોર ગામમાં આવેલા કુવામાં પડી ગયો હતો. રાતભર કુવામાં રહ્યા બાદ ગ્રામજનોને આ અંગે વહેલી સવારે જાણકારી મળી હતી. જેથી શિક્ષકે ગ્રામજનોની મદદ દ્વારા ખાટલો બાંધી મોરને કુવામાંથી બહાર કાઢ્યો હતો.