- દિવાળી પર્વ પર ફટાકડાના વેપારીઓ ચિંતિત
- મહાપર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા હોવા છતાં દુકાનો પર સન્નાટો
- કોરોના મહામારીને કારણે દરવર્ષ કરતા અડધો માલ ભર્યો હોવા છતાં વેપારીઓ ચિંતિત
ખેડા :કોરોના મહામારીને કારણે વેપાર ધંધાને માઠી અસર થઇ છે. તહેવારોની ઉજવણી પણ ફિક્કી પડી ગઈ છે. ત્યારે આવી રહેલા મહાપર્વ દિવાળી પર ફટાકડાનો વ્યાપાર જાણે બુઝાઈ ગયો છે. પરંતુ બજારમાં ઘરાકી નહિવત જોવા મળશે. તેવી આશંકાએ વેપારીઓ ધંધાને લઇને ચિંતિત બન્યા છે. જોકે દિવાળી નજીક હોવા છતાં બજારમાં કોઈ માહોલ જણાતો નથી. જે વ્યાપારીઓની ચિંતામાં વધારો કરે છે.કોરોના મહામારીએ વેપાર ધંધાને ભારે ફટકો માર્યો છે. મહામારીને કારણે કેટલાય ધંધા બંધ થયા છે. તો કેટલાય વેપારીઓએ નાછૂટકે ધંધો બદલવા મજબૂર બનવુ પડ્યું છે.