ખેડાઃ નડિયાદ શહેરમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. નવદુર્ગા સોસાયટીમાં રહેતા 50 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમના પરિવારજનો તેમજ સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જેમાં અગાઉ તેમની માતાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવી ચુક્યો છે. જે હાલ સારવાર હેઠળ છે.
નડિયાદમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, જિલ્લામાં કુલ 6 કેસ થયા - gujrat in corona
નડિયાદ શહેરમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. નવદુર્ગા સોસાયટીમાં રહેતા 50 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમના પરિવારજનો તેમજ સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.
નડિયાદમાં કોરોના પોઝિટિવનો આકડો 6 પર પહોચ્યો
ક્વોરન્ટાઈન દરમિયાન તેમના પત્નીને કોરોનાના લક્ષણો જણાતા રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક તરફ તંત્ર દ્વારા દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે,ત્યારે બીજી તરફ વધુ એક કેસ સામે આવતા લોકોની ચિંતામાં વધારો થયો છે.
મહત્વનું છે કે, આજના એક કેસ સાથે નડિયાદ શહેર અને ખેડા જિલ્લામાં કુલ 6 કોરોના પોઝિટિવ કેસ થવા પામ્યા છે. તંત્ર દ્વારા પહેલેથી જ વિસ્તારને કન્ટેઈનમેન્ટ જાહેર કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે.