નડિયાદ : કોરોના વાયરસ મહામારીના લોકડાઉનના સમયમાં રાજ્ય સરકાર દ્વારા ફી બાબતે વાલીઓને રાહત આપવામાં આવી છે. તેમજ જાહેરાત પણ કરવામાં આવી છે. છતાં પણ સ્કૂલો દ્વારા વારંવાર ફી ભરવા માટે વાલીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે. નડિયાદની શારદા મંદિર સ્કૂલ દ્વારા સ્કૂલ ફી ભરવા બાબતે વાલીઓને વારંવાર ફોન અને SMS દ્વારા ફી ભરવા હેરાન કરવામાં આવી રહ્યા છે. જેને લઈ વાલીઓ દ્વારા એકત્ર થઇ નડિયાદ કલેકટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેકટરને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
નડિયાદમાં સ્કૂલ દ્વારા ફી ભરવા બાબતે દબાણ કરાતા વાલીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
હાલ કોરોના વાયરસની વિશ્વવ્યાપી મહામારીનો કપરો સમયગાળો ચાલી રહ્યો છે. જેમાં સ્કૂલો દ્વારા ફી ભરવા માટેની ઉઘરાણી શરૂ કરી દેવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે નડિયાદની શારદા મંદિર સ્કૂલ દ્વારા વારંવાર ફી ભરવા માટે વાલીઓને દબાણ કરવામાં આવતા વાલીઓ દ્વારા કલેકટરને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વાલીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
જેમાં કલેકટર દ્વારા આ બાબતે આશ્વાસન આપતા યોગ્ય તપાસ કરી પગલાં લેવા જણાવાયું હતું.