ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્‍લા કલેક્ટરે કન્ટેનમેન્ટ એરિયાની ઓચિંતી મુલાકાત લીધી

ખેડા જિલ્‍લામાં છેલ્‍લા થોડા સમયથી કન્ટેન્મેન્ટ એરિયામાં નાગરીકોના અવર-જવરની ફરીયાદો જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલ સમક્ષ આવી હતી. જેથી જિલ્‍લા કલેક્ટર આઇ.કે. પટેલ નડિયાદ શહેરના કન્ટેન્મેન્ટ એરિયાની ઓચિંતી મુલાકાત લીધી હતી.

ખેડામાં જિલ્‍લા કલેક્ટરે કન્ટેન્મેન્ટ એરીયાની ઓચિંતી મુલાકાત લીધી
ખેડામાં જિલ્‍લા કલેક્ટરે કન્ટેન્મેન્ટ એરીયાની ઓચિંતી મુલાકાત લીધી

By

Published : Jun 30, 2020, 9:12 PM IST

ખેડા: જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલ આજે વસો અને નડિયાદ શહેરના કન્ટેન્મેન્ટ એરીયાની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે નાગરીકોની અવર-જવર, પોલીસ બંધોબસ્‍ત તેમજ કન્ટેન્મેન્ટ એરીયાના નાગરીકોને જરૂરી જીવન જરૂરીયાતની વસ્‍તુઓ મળી રહે છે કે નહિ તે અંગે પૂછપરછ કરી હતી અને સરકારી નિયમોનું ચૂસ્‍તપણે પાલન કરવા જણાવ્‍યું હતું.
​ખેડા જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલ દ્વારા આ વિસ્‍તારના નાગરિકોને ધન્‍વતરી રથના માધ્યમથી જરૂરી આયુર્વેદિક તેમજ હોમીયોપેથીક દવાઓ પુરી પાડવાની સૂચના તાલુકા હેલ્‍થ ઓફિસર વિપુલ પટેલને આપી હતી. તેમજ આ વિસ્‍તારમાં ઘરે ઘરે નાગરિકોના આરોગ્યની ચકાસણી કરવા જણાવ્‍યું હતું.

કલેક્ટર આઇ.કે.પટેલ દ્વારા આ વિસ્‍તારમાં સઘન પોલીસ બંધોબસ્‍ત ગોઠવવા તેમજ કોરોનાનો સંક્રમણ વધુ ફેલાય નહિ તે માટે ત્યાં ઉપસ્‍થિત અધિકારીઓને સૂચના આપી હતી. આ કાર્યમાં જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ઠાકર, મામલતદાર ક્રિસ્‍ટ્રી, અર્બન હેલ્‍થ ઓફિસર અને સ્‍ટાફ સહિત સંલગ્‍ન વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details