ખેડા:સમગ્ર ખેડા જિલ્લામાં લોક ડાઉનમાં સવારના 7.00 થી 11.00 કલાક સુધી કરીયાણા, મેડીકલ સ્ટોર, અનાજ દળવાની ઘંટી, શાકભાજીનું વેચાણ, દુધનું વેચાણ કરવા તથા વિવિધ એકમો શરૂ કરવા મુકિત આપવામાં આવી છે.
આ સમય દરમિયાન લોકોની અવર જવર રહેવાની સંભાવના હોવાથી નોવેલ કોરોના વાઇરસના ઝડપી સંક્રમણ વધી શકે છે તેથી લોકોની અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાઇરસને ફેલાતો અટકાવવા માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આઇ.કે.પટેલ, આઇ.એ.એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા-નડિયાદએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ, 1973ની કલમ-144, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-34 તથા ધ ગુજરાત એપેડેમિક ડિસિઝ કોવિડ રેગ્યુલેશન 2020ની જોગવાઇઓની રૂપેએ જણાવ્યું કે ખેડા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ઘરની બહાર નીકળતી વખતે દરેક નાગરીકે માસ્ક પહેરવો ફરજીયાત રહેશે.